- પ્રેમી સાથે જોઇ જતાં મરણ તોલ માર મારી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત
- એલ.સી.બી.એ કુનેહ પૂર્વક ગણતરીના કલાકો ભેદ ઉકેલ્યો
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના મેઘપુર ગામે સગીરાની હત્યાનો એલસીબીએ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ભાઈ અને પાલક માતાની ધરપકડ કરી પ્રાથમીક પુછપરછમાં બહેનને પ્રેમી સાથે જોઈ જતા મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ વેરાવળ નજીક આવેલા મેઘપુર ગામે રહેતી સલમા નૂરમહમદભાઈ કાટીયાર નામની 15 વર્ષીય સગીરાને અજાણ્યા શખ્સોએ માર મારી હત્યા કર્યાની વેરાવળ પોલીસ મથકમાં પરીવારજનોએ જાણ કરી હતી.
આ બનાવની જાણ હતા એલસીબીના પી.આઈ. એ.એસ.ચાવડા, પ્રભાસપાટણ પોલીસ મથકના પી.આઈ. એ.એમ.મકવાણા અને પી.એસ.આઈ. વી.કે.ઝાલા સહિતના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ હાય કરતા જેમાં મૃતકના કુંટુંબીક ઈસ્માઈલ ઉર્ફે ભાભલા સાથે પ્રેમસંબંધ હોવાનુ અનેતેમજ મૃતક સલમાબેનના ભાઈ સિંકદર અને પાલક માતા ઝરીનાબેનની આગવી ઢબે પુછપરછ કરતા બન્ને તપાસમાં ભાંગી પડયા હતા અને હત્યા
કર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા બન્નેની પ્રાથમીક તપાસમાં જણાવ્યા મુજબ મૃતક સલમાના માતા-પિતા અવસાન થયુ હોવાથી સલમા અને તેનો ભાઈ સિંકદર ઝરીનાબેન સાથે રહે છે અને મૃતક સલમાને તેના કુંટુંબીક સગા ઈસ્માઈલ ઉર્ફે ભાભલા સાથે પ્રેમસંબંધ હોવાથી બન્નેને ઝરીનાબેન અને તેનો ભાઈ સિંકદર જોઈ જતા ઇસ્માઈલને માર મારતા તે ભાગી છૂટયો હતો અને સલમાને પણ માર મારી દિવાલ સાથે માથુ ભટકાડતા મૃત્યુ નિપજ્યુ હતુ અને બન્નેએ સ્ટોરી ઘટી અજાણ્ય રાખ્સોએ માર મારતા સલમાનુ મોત નિપજ્યાનુ અને પોલીસને ગેર માર્ગે દોરી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.