ડીસા મુકામે મહાપરીષદમાં મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
સમગ્ર વિશ્વ ના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ દ્વારા દર વર્ષે રઘુવંશીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય પ્રવૃતિ તેમજ અન્ય પ્રવૃતિઓ માટે આંતરરાષ્ટ્રીય લેવલે એવોર્ડ આપવામાં આવે છે. જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ માટે નોમીનેશન મંગાવવામાં આવે છે. ઉપરોકત આંતરરાષ્ટ્રીય એવોર્ડ પૈકીનો શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભાના એવોર્ડ માટે વેરાવળના અગ્રણી વેપારી જમનાદાસ દયાળજીભાઈ તન્નાનો પૌત્ર તેમજ દીનાબેન તથા બિપીનભાઈ તન્નાના પુત્ર સી.એ.સંકેત તન્નાને તેમની વિવિધ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ, વાંચન અને લેખનની પ્રસંશનીય કાર્યની નોંધ લઈ લોહાણા મહાપરીષદ દ્વારા સી.એ. સંકેત બીપીનભાઈ તન્નાને સમગ્ર રઘુવંશી વિશ્વ લેવલે શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભાના એવોર્ડથી નવાજેલ છે. જે સમગ્ર વિશ્વ માં વસતા લોહાણા સમાજ માટે ગૌરવ સમાન છે.
આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ પૈકીના એક એવોર્ડ શ્રેષ્ઠ રઘુવંશી પ્રતિભા માટે મુળ વેરાવળના તેમજ હાલ મુંબઈ મુકામે મલ્ટીનેશનલ કંપનીમાં ફરજ બજાવતા સી.એ. સંકેત તન્નાને ડીસા (ગુજરાત) મુકામે મહાપરીષદના મહાનુભાવોની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ અગાઉ સંકેતે ૨૧ વર્ષની ખુબ જ નાની વયમાં સી.એ.ની પરીક્ષા પાસ કરી તેમજ એક નોવેલ પણ લખેલ છે. આ ઉપરાંત આજ વર્ષમાં સીઓલ સાઉથ કોરીયા ખાતે યુનાઈટેડ નેશનની યોજાયેલ એશિયા વર્લ્ડ મોડલ કોન્ફરન્સમાં પણ પસંદગી પામી હાજરી આપેલ હતી. તેમજ તેમાં પણ આઉટ સ્ટેન્ડીંગ ડેલીગેટનો એવોર્ડ પ્રાપ્ત કરેલ હતો. આ ઉપરાંત હાલમાં સીંગાપોર મુકામે વિશ્વ ની પ્રથમ હરોળની બિઝનેશ સ્કુલો હાર્વડ, સ્ટેન્ફર્ડ તેમજ વોર્ટન દ્વારા આયોજીત બિઝનેશ કેશ કોમ્પીટેશનમાં ભાગ લઈ વર્ષ ૨૦૧૮નો પ્રથમ નંબરનો એવોર્ડ પ્રાપ્ત કરી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ હતું.