સામાન્ય સભામાં સભ્યોએ સોમનાથના ચેરમેન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને નવાં નામકરણની ભેટ આપી
સામાન્ય સભામાં વર્ષ 2021 – 2022નું રૂ.83.67 કરોડનું રૂ.1.49 કરોડની પુરાંતવાળું બજેટ મંજુર
વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાની પ્રથમ બજેટ બેઠક પાલીકાના યુવા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં નગરપાલીકાના સભાખંડ ખાતે યોજાઇ હતી.જેમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવા માટે પ્રભાસપાટણ અને વેરાવળનું નવુ નામ સોમનાથ તથા વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનું નવુ નામ પણ સોમનાથ કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાલીકાની પ્રથમ બજેટ બેઠકમાં પાલીકા પ્રમુખ દ્વારા કોઇ પણ જાતના નવા કરવેરા વિનાનું આગામી વર્ષ 2021 – 2022નું રૂ.83.67 કરોડનું રૂ.1.49 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થીત 40 નગરસેવકો પૈકી 1 કોંગી નગરસેવકના વિરોદ્ય સાથે બહુમતીથી બજેટને મંજુર કરાયું હતું.
પાલીકાની બજેટ બેઠકના પ્રારંભે જ પાલીકા પ્રમુખ દ્વારા વેરાવળ નગરપાલીકા ખાસ દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર સાથે જોડાયેલ છે ત્યારે બેઠકના પ્રથમ ઍજન્ડામાં વેરાવળ પાટણ શહેરનું નામ સોમનાથ અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાનું નામ સોમનાથ નગરપાલીકાના નામકરણ માટે યોગ્ય કાર્યવાહી અર્થે ઠરાવ રજૂ થતાં ઉપસ્થીત સર્વે નગરસેવકોઍ ઉત્સાહભેર આ ઠરાવને સર્વાનુમતે મંજુર કરેલ હતો.
રાજયનો આર્થિક વિકાસની સાથે નાગરિકોનાં જીવન ધોરણનું સ્તર પણ બદલાય રહયું છે. શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારા સાથે વિકસતા શહેરના નાગરિકોને પાયાની જરૂરીયાત જેમકે પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ, લાઇટ તથા આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો અને આગવુ આયોજનઍ નગરપાલિકાનું લક્ષ્ય અને પ્રયાસ રહયા છે.
સ્વચ્છ ભારત મિશન અંર્તગત શહેર 100 ટકા ખુલ્લામાં શૌચક્રિયા મુકત બને તેમજં સ્વચ્છતા સર્વેક્ષણ 2021-2રમાં વેરાવળ પાટણ શહેરને સ્વચ્છ શહેર બનાવી દેશની કુલ 12 જયોતિલીંગ માંની સોમનાથ દાદાની પ્રથમ જયોતિલીંગ ધરાવનારૂ આપણું આ શહેર સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે સતત પ્રયત્નશીલ રહી વર્ષ 2011-2022ના અંદાજપત્રમાં પણ આ બાબતે ખાસ જોગવાઇ કરવામાં આવેલ છે. નગરને રળીયામણુ અને હરીયામણુ બનાવવા શહેરમાં રહેલ બાગ બગીચાને સુશોભિત કરવા, ગાર્ડનમાં લેન્ડ સ્કેપીંગ, ચીલડ્રન પ્લે ઍરીયા, વોક-વે, હેલ્થ કોર્નર વિગેરે બનાવવા, સ્ટ્રીટલાઇટોનું મરામત નવીનીકરણ તેમજ રોડ, રસ્તા મરામત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં 100 ટકા શૈચાલય બને અને શહેર સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં સારા નંબર લાવે તે માટે વેરાવળ પાટણ નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીની ટીમ સતત કાર્યરત છે. શહેરમાં સફાઇને અગ્રીમતા આપી વર્ષ 2019-20ના અંદાજપત્રમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન થાય તેમજ દરેક દ્યર – દુકાન પર ગ્રીન અને બ્લ કચરા ટોપલી હોય તે માટે આયોજન કરવામાં આવેલ છે.
આજની મીટીંગમાં કુલ-40 સભ્યો હાજર રહેલ અને બજેટ સહીત તમામ ઠરાવો બહુમતીથી મંજુર કરવામાં આવેલ છે. પ્રમુખ પીયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં મળેલ બેઠકમાં ચીફ ઓફીસર જતીનકુમાર વી. મહેતા, સેક્રેટરી ડી.ડી. દવે સહીત તમામ વિભાગના અધિકારીઓ ઉ5સ્થીત રહયા હતા.