- આછીદ્રા, વાવડી અને દેદા ગામમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ કફોળી
- બજારમાં યોગ્ય ભાવ ન મળતા વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ ન મળતો હોવાના ખેડૂતોના આક્ષેપો
- ખેડૂતોને ખાતર અને બિયારણ જેટલું પણ વળતર ન મળતું હોવાના ખેડૂતોના આક્ષેપો
વેરાવળના આછીદ્રા, વાવડી અને દેદા ગામમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ કફોળી થઈ છે. બજારમાં યોગ્ય ભાવ ન મળતા વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ ન મળતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ ગત વર્ષે 25 થી 27 કિલોના કેરેટના ભાવ 600 હતા તો આ વર્ષે માત્ર 100 રૂપિયાએ પહોંચ્યા છે. ત્યારે ઘણા ખેડૂતો ટામેટાનું વાવેતર કાઢી નાખવા તરફ વળ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને ખાતર અને બિયારણ જેટલું પણ વળતર ન મળતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
વેરાવળના આછીદ્રા, વાવડી અને દેદા ગામમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ કફોળી.બજારમાં યોગ્ય ભાવ ન મળતા વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ નથી મળતો હોવાથી ખેડુતોમાં કચવાટ.ગત વર્ષે કેરેટના ભાવ 600 હતા તો આ વર્ષે માત્ર 100 રૂપિયાએ પહોંચ્યો.ત્યારે ઘણા ખેડૂતો ટામેટાનું વાવેતર કાઢી નાખવા તરફ વળ્યા છે.
વેરાવળ તાલુકાના આછીદ્રા, વાવડી અને દેદા સહિતના ગ્રામ્ય પંથકમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રતિ વિઘા દીઠ બિયારણ,દવા અને મજૂરી સહિત 25 હજાર જેટલો ખર્ચ થાય છે અને 2 થી 3 મહિનાની મહેનત બાદ બજારમાં ટામેટાના ભાવ ન મળવાથી લાલ ટમેટાએ તેમને રડાવ્યા છે.હાલ છેલ્લા કેટલાક દિવસથી ટમેટાની બજાર ખૂબ નીચી હોવાથી મજૂરી ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટ પણ માથે પડે છે તેથી ખેડૂતો હવે ટામેટાનું વાવેતર પોતે જ નાશ કરી રહ્યા છે.બાગાયત વિભાગ માંથી જાણવા મળતી વિગતો અનુસાર વર્ષ 2023 – 24 માં ગીર સોમનાથ જિલ્લામાં 1190 હેક્ટરમાં 26,775 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે તો આ આંકડાઓ ઘટી જશે તેમાં કોઈ નવાઈ નથી.
ગત વર્ષે 25 થી 27 કિલોના કેરેટના જે રૂ.600 ભાવ હતા તે હાલ રૂ.100 સુધી પહોંચ્યા છે.ખેડૂતોને ખાતર અને બિયારણ જેટલું પણ વળતર નથી મળતું.ઘણા વેપારીઓ ટામેટાનો માલ વેચાણ માટે ઉતારવા પણ તૈયાર નથી તેવી પરિસ્થિતિ હાલ છે.ખેડૂતો કહે છે કે બજારમાં વેચાણ માટે ટમેટા લઈને જઈએ તો રૂ.60 થી 70 મળે છે તેમાંથી ભાડા અને મજૂરી કાઢી નાખીએ તો અમારા હાથમાં કઈ આવતું નથી.600 રૂપિયા વેરાવળ સુધીનું રિક્ષા ભાડું છે ત્યારે લઈને જવું પણ પોસાતું નથી.ગત વર્ષે અને તેની આગલા વર્ષે બજાર સારી હતી પરંતુ આ વર્ષે ખૂબ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.
અહેવાલ : અતુલ કોટેચા