• પોલીસ અધિક્ષકે માતાજીની આરતી કરી
  • સાયબર જાગૃતી તથા મહીલા હેલ્પ લાઇન-181 અભયમની જાગૃતીના પોસ્ટર લગાવ્યા

વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી દ્વારા વેરાવળ પાટણ દરવાજા પોલીસ લાઇનમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીના પ્રથમ નોરતે પોલીસ તથા પોલીસ પરીવારનાં ઉત્સાહમાં વધારો કરવા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારે વિશેષ ઉપસ્થિત રહી નવરાત્રીની શુભ શરૂઆત કરી હતી.અને માતાજીની આરતી કરી હતી. તથા પોલીસ દ્રારા સાયબર જાગૃતી તથા મહીલા હેલ્પ લાઇન-૧૮૧ અભયમની જાગૃતીના પોસ્ટર લગાવ્યા હતા. બેનરો સાથે ફોટોગ્રાફી કરી જીલ્લામાં મહીલાઓને શાંતી પુર્વક નિર્ભયતાથી નવરાત્રી તહેવારની ઉજવણી કરવા પ્રોત્સાહીત કરી હતી. તથા સાયબર ફ્રોડથી  બચવા જરૂરી તકેદારી રાખવા સંદેશ આપ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્રારા આગામી નવરાત્રી તહેવાર સબબ પોલીસ તથા પોલીસ પરીવાર માટે પોલીસ લાઇનમાં નવરાત્રીનું આયોજન કરવા સુચના કરવામાં આવેલ હોય તે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.આર.ગોસ્વામી નાઓ દ્વારા વેરાવળ પાટણ દરવાજા પોલીસ લાઇનમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ અને આ નવરાત્રીના પ્રથમ નોરતે પોલીસ તથા પોલીસ પરીવારનાં ઉત્સાહમાં વધારો કરવા મ્હે.પોલીસ અધિક્ષક, મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક, વી.આર.ખેંગાર નાઓ વિશેષ ઉપસ્થિત રહી નવરાત્રીની શુભ શરૂઆત કરી માતાજીની આરતી કરેલ તથા પોલીસ દ્રારા સાયબર જાગૃતી તથા મહીલા હેલ્પ લાઇન-181 અભયમની જાગૃતી ના લગાવેલ બેનરો સાથે ફોટોગ્રાફી કરી જીલ્લામાં મહીલાઓને શાંતી પુર્વક નિર્ભયતાથી નવરાત્રી તહેવારની ઉજવણી કરવા પ્રોત્સાહીત કરેલ તથા સાયબર ફ્રોડથી  બચવા જરૂરી તકેદારી રાખવા સંદેશ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.