મોદીજીની સરકારે બીજીવાર સત્તાના સુત્રો સંભાળ્યા કે તુરત જ સમાચાર આવ્યા હતા કે મોટા આવકવેરા ભરનારા ટેક્ષ પેયરોને વિશ્વાસમાં લેવા માટે મોદીજી તેમને ટી પાર્ટી નું આમંત્રણ આપવાના છે. આ સુચિત ચાઇ પે ચર્ચા માં મોદીજી આ કરદાતાઓને સ્વેચ્છાએ વધારે કર ભરવા પ્રોત્સાહિત કરવાના હતા. પણ ચાઇ પે બુલાવા ના સમાચાર આવે આવે તે પહેલા કોફી વાળા સિધ્ધાર્થના સમાચાર આવી ગયા..! ત્યારથી ટેક્ષ ટેરેરિઝમ ચર્ચામાં છે.
આ મુદ્દો કદાચ શેરબજારમાં જોવા મળેલા ગાબડાંનાં વિવિધ કારણો માનો એક હોઇ શકે.
સમાચારમાં તથ્ય કેટલું તે સંશોધનનો વિષય છે પણ એક વાત નક્કી છે કે નવી સરકાર કરદાતાઓ અને કર ચોરો પર તુટી પડવાની છે એવો માહોલ બજારમાં બન્યો હતો. તેથી જ વડાપ્રધાન તથા નાણા પ્રધાન બન્નેને ખુલાસા કરવા પડ્યા છે કે રેવન્યુ સેક્રેટરીને ભલામણ કરાઇ છે કે પ્રમાણિક કરદાતાઓને ખોટી રીતે હેરાનગતિ ન ભોગવવી પડે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે.
આ ઉપરાંત નાના કરદાતાઓ જે થોડી ચુક કરી બેઠા હોય તેમને પણ પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે. આમ કરીને બજારમાં બનેલો ડર નો માહોલ દૂર કરવાનો સરકારનો પ્રયાસ છે. મોદીજી એ તો એવી પણ હૈયાધારણ આપી છે કે જે આવકવેરા અધિકારી ખોટી કનડગત કરશે તેને સજા કરવામાં આવશે. આવા અમુક અધિકારીઓને ફરજીયાત નિવૄત કરવામાં આવશે.
વાસ્તવમાં સરકાર પાસે એવી ફરિયાદ પહોંચી છે કે અમુક અધિકારીઓ એવા સંકેત આપે છે કે તેમને ખાનગી કંપનીનાં સેલ્સમેનની જેમ ટાર્ગેટ અપાયા છે. જે પુરા કરવાનાં દબાણ થાય છે. તેથી તેઓ કરદાતાને સીધી રીતે સરકારે બાકી કાઢેલી રકમ ભરી દેવા અથવા તો કોર્ટમાં જવાની ચીમકી આપે છે. આવા સંજોગોમાં કરદાતાને કોર્ટ, વકિલના ખર્ચ અને સમયની બરબાદી કરતાં રકમ ભરી દેવાનો વિકલ્પ સરળ લાગતો હોવાથી તેઓ નાણા ભરી દે છે.
વર્ષ ૨૦૧૮-૧૯ માં સીધા કરોરાની વસુલીનું ટાર્ગેટ ૧૨૦૦ અબજ રૂપિયાનું હતું જે પુરૂં થયું નથી. સામાપક્ષે સરકારે ચૂંટણીઓ સમયે આપેળા વચનો અનુસાર દેશની તિજોરી ઉપર કિસાન સમ્માન યોજનામાં ૭૫૦૦૦ કરોડ રૂપિયાનો નવો બોજ આવવાનો છે. જેના માટે કરવેરાની આવક વધારવાની અનિવાર્યતા છે.
સરકારી આંકડા બોલે છે કે દેશમાં વાર્ષિક પાંચ કરોડ રૂપિયાથી વધારે આવક ધરાવતા ૧૦૫૩ કરદાતા છે. જેમણે આશરે ૧૨૦૦૦ કરોડ રૂપિયાનો ટેક્ષ ભર્યો છે. સરકાર આવા કરદાતા પાસેથી વધારે કરવેરા વસુલ કરવાની પેરવીમાં હતી પણ આવકવેરા વિભાગના અધિકારીઓએ નાના કરદાતાઓને ટાર્ગેટ બનાવતા મામલો ગુંચવાયો હતો.
આમેય તે હાલમાં દેશની ઇકોનોમી કપરાકાળમાંથી પસાર થઇ રહી છે. ચીનની ઇકોનોમીના આંકડા નબળા આવતા હવે વૈશ્વિક ઇકોનોમિસ્ટો ગ્લોબલ રિસેસનનાં ચાન્સ વધીને ૪૦ ટકા જેટલા થઇ ગયા હોવાનો દાવો કરે છે. આવા સંજોગોમાં ભારતમાં સરકાર કરવેરાની વસુલીનું દબાણ લાવે તો પરિસ્થિતી વધારે કથળે તે સ્વાભાવિક છે. જો કે હવે નાણામંત્રી નિર્મલા સિતારામને પણ અધિકારીઓને ભલામણ કરીને અધિકારીઓને આડેધડ નહીં પણ ટેકનોલોજી આધારિત ટેક્ષ વસુલી કરવા જણાવ્યું છે. તેથી ટેક્ષનો આંકડો આપ્યા વિનાની અધકચરી નોટીસો આપવી ન પડે. સરકારની આવી હૈયાધારણથી રોકાણકારોને કળ વળી છે. કદાચ આગામી દિવસોમાં શેરબજાર પર તેની અસર પણ પડી શકે છે.
આ ઉપરાંત સકિારી અધિકારીઓને અપિલ દાખલ કરવા માટેની માર્ગદશિકા અપાઇ હતી તેમાં પણ હવે મર્યાદા વધારીને સુપ્રિમ કોર્ટમાં અપિલ કરવા માટે ૨૫ લાખ રૂ.પિયા વાળી લિમીટ વધારીને બે કરોડ રૂપિયા, હાઇ કોર્ટ માટેની રકમ ૨૦ લાખ વાળી વધારીને એક કરોડ રૂપિયા તથા ૧૦ લાખ વાળી
રકમ વધારીને ૫૦ લાખ રૂપિયા કરી નાખી છે તેથી નાની રકમ મટે પણ સરકારી અધિકારીઓ કોર્ટની ધમકી આપી ન શકે