શુક્રમાં રાત્રીના સમયે દેખાતા આકારો, વાદળા તેમજ હવા દિવસ દરમિયાન દેખાતા નથી

જાપાનનાં વિજ્ઞાનીકોને સૌપ્રથમ વખત શુક્ર ગ્રહમાં રાત્રી તરફ હવા તેમજ વાદળ જેવા આકારો દેખાયા છે. જે સૂર્ય આવતાની સાથે જ અલગ પ્રકારના થઈ જાય છે. શુક્ર ગ્રહમાં આ પ્રકારના આકારો આશ્ર્ચર્યજનક છે. જેનાના અમુક ગ્રહની સપાટી સાથે જોડાયેલા દેખાય છે. વિજ્ઞાનીકોએ કહ્યું હતું કે, આ પ્રથમ વખત થયું છે જયારે અમે જોયું કે કઈ રીતે ગ્રહો સૂર્યના તાપ સમયે તો રાત્રીના સમયે અલગ અલગ હરકતો કરે છે જેવું જાપાન એરોસ્પેસ એજન્સીના અધિકારી ઝાવિયર પેરાલ્ટ્રાએ જણાવ્યું હતું.

જયારે દિવસ તરફની સપાટી વિસ્તૃત થઈ હતી ત્યારે હજુ રાત્રી તરફ માટે જાણવાનું ઘણું બાકી હતું, શુક્ર ગ્રહની ટોપોગ્રાફીને લઈને દિવસ તેમજ રાત્રીની વાદળા જેવી આકૃતિ અલગ પડતી હતી તેવું એસ્ટ્રોનોમિયા વિજ્ઞાનીકોનું કહેવું છે. શુક્રના વાતાવરણમાં તેજ હવા હતી જે ગ્રહની ફરતી તરફ પ્રદક્ષીણા કરતી હતી. જેની ગતિ ખુદ શુક્રની ગતિ કરતા ૬૦ વાર વધુ હતી. આ વાદળો તેમજ હવા ગ્રહની ઉપર તરફ વધુ તીવ્ર હતી. તો તેમાની અમુક ૬૫થી લઈને ૭૨ કિલોમીટરની સપાટીએ હતી. વિજ્ઞાનીકો એક દસકાથી આ સ્થિતિ પર અભ્યાસ કરી રહ્યાં હતા જે હાલ સાફ-સાફ દેખાઈ રહ્યું છે. જેને અલ્ટ્રાવાયોલેટ લાઈટ દ્વારા સ્વચ્છ જોઈ શકાય છે.

જો કે તેના ફોટા પાડવા કરતા વીઆઈઆરટીએસએ વેવલેન્થ દ્વારા હજારો કયુબને એકત્રીત કર્યા છે. જેનાથી તે વાદળોને ઉંડાણપૂર્વક જોઈ શકાય છે. પરંતુ આ રાત્રીના દેખાતા ચિત્રો દિવસ દરમ્યાન શુક્ર પર દેખાતા નથી તે વિજ્ઞાનીકો માટે આશ્ર્ચર્યજનક વાત હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.