84 વર્ષની જૈફ વયે યુવાનોને પણ શરમાવે તેવી ઉર્જા સાથે કાર્યક્રમ આપી
શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા: કલા રસીકોની ઉપસ્થિતિ કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા
સંગીતિની સાત દિવસની સફર જાણે કે કલારસિકો માટે તો પળવારમાં પસાર થઇ ગઇ હોય તેવું લાગ્યું હતું . નૃત્ય , વાદન અને ગાયન એમ ત્રણ રસના મિશ્રણથી બનેલ આ સમારંભ તેના અંતિમ પડાવમાં પદ્મવિભુષણ હરિપ્રસાદ ચૌરસીયાજીના વેણુનાદથી સમાપ્ત થયો હતો . શ્રોતાઓએ શ્રી કૃષ્ણને ભલે ક્યારેય ન જોયા હોય પણ પંક્તિજીના સુરમાં તેમને ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય હતો .
કાર્યક્રમની શરૂઆત આજના પેટ્રન રાધિકા જવેલટેક ના અશોકભાઈ અને રાજકોટ કલેક્ટર અરુણ મહેશબાબુ ના શુભહસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો . શુભેચ્છક ડો . સંજયભાઇ ગદ્રે અને પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા . અંતિમ દિવસની શરૂઆતમાં પદ્મભૂષણ સુપ્રસિદ્ધ ખયાલ ગાયક સ્વ . રાજન મિશ્રાજી ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી . તેઓ દેશના સુપ્રસિદ્ધ ગાયક હતા અને 2019 નાં વર્ષમાં રાજકોટ ખાતે સપ્ત સંગીતિ માં તેઓએ રાજકોટની કલાપ્રિય જનતાને શાસ્ત્રીય ગાયનનું રસપાન કરાવ્યું હતું .
સભાના પહેલા ભાગમાં રાજકોટના જાણીતા કલાકાર પલાશ ધોળકિયા એ શાસ્ત્રીય કંઠ્ય સંગીત રજુ કર્યું હતું તેમણે પ્રથમ પ્રસ્તુતીમાં રાગ બાગેશ્રી માં વિલંબિત એકતાલમાં કૌન ગત ભઈ ” , મધ્યલય તિનતાલમાં ” એ રી એ મૈં કૈસે કર આઉ અને દ્રુતલયમાં રીત ન જાને ના જાને ” બંદીશો રજૂ કરી હતી . ત્યારબાદ ભજન ” મેં દ્વાર ખોલ કર બૈઠા હું તુમ આ જાના ભગવાન ” રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા . તેમની સાથે જ્ઞાનેશ્વર સોનવણે એ હાર્મોનિયમ વાદન અને તબલા પર નીરજ ધોળકિયા ખુબ સુંદર સંગત કરી હતી .
આતુરતાના અંત સાથે સભાના બીજા ચરણમાં મંચ ઉપર બિરાજમાન પંડિતજીને શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને આવકાર્યા હતા . સૌનો આભાર વ્યકત કરી પંડિતજી એ રાગ ચંદ્રકૌંસ આલાપ -જોડ સાથે રજૂ કરીને ઝપતાલમાં નીબદ્ધ રટ્ટા પેશ કર્યો હતો.
ત્યારબાદ રાગ દુર્ગા તાલ તીનતાલમાં મધ્યલય અને દ્રુત લયમાં પેશ કર્યો હતો . પંડિતજીની બાસુંરી અને યોગેશજીના તબલાની જુગલબંદી કાબિલે તારોફ રહી હતી . 84 વર્ષની જૈફ વયે , ધ્રુજતા હાથે પણ અડિખમ વિશ્વાસ સાથે અને યુવાનોને પણ શરમાવે તેવી ઉર્જા સાથે તેમના વેણુનાદે સભાખંડમાં દિવ્ય વાતાવરણ રેલાવી દીધું હતું . ” આપ ક્યા સુનના ચાહતે હૈ ? ’ પુછેલા પ્રશ્નોના જવાબમાં શ્રોતાઓએ કરેલી ફરામાઈશ ઉપર રાગ પહાડી , હંસની અને ભૈરવી રાગ પેશ કર્યો હતો . તેમની સાથે તબલા ઉપર 5. યોગેશ સમસીજી , સહાયક બાંસુરીવાદનમાં પંડિતજીના શિષ્યો વિવેક સોનાર , વૈષ્ણવી જોષી અને ચેતન રાઠોડે બાસુરીવાદનમાં સાથ આપ્યો હતો . હરિપ્રસાદજીના બાંસુરીવાદનમાં રાગની શુદ્ધતા , બાસુરી પર ફૂંકનો લગાવ , આલાપ અને જોડનું અજોડ પ્રસ્તુતિકરણ શ્રોતાઓને અલગ દુનિયામાં લઈ ગયા હતા . સભાના અંતમાં ” ઓમ જય જગદિશ હરે ” ભજન વાંસળી પર રેલાવ્યું હતું .
સ્ટેન્ડીંગ ઓવેશન આપતા શ્રોતાઓને બિરદાવતા પંડિતજી એ કહ્યુ કે મેવિશ્વમાં ક્યાય અને ક્યારેય આટલી સંખ્યામાં અને આવું કદરદાન ઓડિયન્સ જોયુ નથી . તેમણે નિઓ રાજકોટ ફાઉન્ડેશન અને સપ્ત સંગીતિની ટીમને આવા કાર્યક્રમોના આયોજન અવિરતપણે ચાલુ રાખે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી . કાર્યક્રમના અંતે સપ્ત સંગીતિના કમિટીના સભ્યોના હસ્તે પંડિત હરિપ્રસાદજી , યોગેશજી અને સહ – કલાકારોનો શાલ ઓઢાડીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો . રાજકોટના ઉભરતા કલાકાર પલાશ ધોળકિયા , નિરજ ધોળકિયા અને જ્ઞાનેશ્વર સોનવણેનું સન્માન પંડિતજી અને યોગેશ સમસીજી એ મોમેન્ટો આપીને કર્યું હતું.
આ સાત દિવસના કાર્યક્રમોને માણવા હજારો લોકોએ રસ દાખવ્યો હતો. અને દેશના 50થી વધુ શહેરોમાંથી કલારસીકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. સતત સાત દિવસ શ્રોતાઓએ શિષ્તબધ્ધ રીતે મનભરી આ કાર્યક્રમોને માણ્યા હતા સપ્ત સંગીતનાં સઘલા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના તમામ ડિરેકટરોનેજાય છે.જેમાં સર્વે ડિરેકટો પરાક્રમસિંંહ જાડેજા, મુકેશભાઈ શેઠ, અરવિંદભાઈ પટેલ, દીપકભાઈ રીંડાણી, વિક્રમભાઈ સંઘાણી, હિરેનભાઈ સોઢા અને અતુલભાઈ કાલરીયા સેવાઓ આપે છે.
સંગીત નિરંતર ચાલતી કલા જે કયારે પણ અટકશે નહિ: પંડીત હરીપ્રસાદ ચોરસીયા
સંગીત એક એવી કલા છે. કે હંમેશા ચાલતી રહે. આ કલા એવી છેકે જે લોકોમાં આપોઆપ આવી જતી હોય છે. આ કલાને ભણવાની કે સાંભળવાની નથી હોતી તે આપોઆપ આવી જાય છે.વાંસળી વાદક હરીપ્રસાદ ચોરસીયાએ મીડીયા સાથે વાતચીત કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતુ કે સમય જતા સંગીતમાં ફેરફાર આવતા હોય છે. જો તમારે પૈસા કમાવવા હોય તો એન્જીનીયરીંગ કે અન્ય વ્યવસાયમાં જોડાઈ જવું જોઈએ સંગીત એક સાધના છે. કલાકારે કેવા ભાવથી ભકિત કરી તે તે શિખ્યા પછી ખબર પડે છે.હાલના સમયમાં અનેક પ્રકારની વાંસળી મળી જતી હોય છે. સાધારણ છે જેને કોઈપણ વગાડી શકે છે.
ખાસ કરીને આજનો યુવા વર્ગ ખુબ સારી રીતે વાંસળી વગાડતા હોય છે. યુવા વર્ગને સંગીત ક્ષેત્રમાં આગળ વધતા જોઉ છું તોમને ખુબજ આનંદ થાય છે. અત્યારે કલાના આ ક્ષેત્રમાં દેશ વિદેશના કલાકારો પણ જોડાઈ રહ્યા છે.તેણેવધુમાં જણાવ્યું હતુકે હાલ તો અનેક પ્રકારની વાંસળી સરળતાથી મળીરહે છે જયારે અમે આ ક્ષેત્રે જોડાયા ત્યારે વાંસળી સરળતાથી ન મળતી હતી. સંગીત એક પ્રાર્થના છે.સાધના છે.સંગીત માટે કોઈ લાયકાત કે સર્ટીફીકેટની જરૂર નથી તેના માટે વ્યકિતની આવડત જ પૂરતી બની રહે છે.
વધુમાં તેમના વિશે વાત કરીએ તો તેમનો જન્મ 1 જુલાઈ 1938માં થયો હતો તેણે હિન્દુસ્તાની શાસ્ત્રીય પરંપરામાં ભારતીય વાંસળીવાળુ તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેમનો જન્મ સંગીતકારોથી વિપરીત પરિવારમાં થયો હોવા છતાં આજે તે મોટા સંગીત કાર છે.1958માં તેમણે ઓરિસાના કટકમાં ઓલ ઈન્ડીયા રેડીયો માટે સંગીત આપ્યું હતુ.1984માં તેને સંગીતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સંગીત નાટક અકાદમી (નેશનલ એકેડમી ઓફ મ્યુઝીક, ડ્રાન્સ અને ડ્રામા) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મભૂષણ 1992 અને પદ્મવિભૂષણ 2000માં પ્રાપ્ત્ થયા હતા.