ભાદર સહિત સૌરાષ્ટ્રના ૨૬ જળાશયોમાં નવા પાણીની આવક: વેણુ ડેમ ઓવરફલો થતા ઉપલેટાનો પાણી પ્રશ્ર્ન હલ
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત મેઘમહેર ચાલુ રહેતા જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. ઉપલેટાને પાણી પુરુ પાડતો વેણુ-૨ ડેમ આજે ઓવરફલો થતા ડેમના ૨૦ પૈકી ૨ દરવાજા ૨ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના ભાદર સહિત ૨૬ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા નીરની આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૬ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. ૫૪.૧૩ ફુટની ઉંડાઈ અને ૧૯.૭૦ ફુટની જીવંત ઉંડાઈ ધરાવતા તથા ઉપલેટા શહેરને પાણી પુરુ પાડતો વેણુ ડેમ ગત મધરાતે ઓવરફલો થઈ ગયો છે. તેમના ૨૦ દરવાજા પૈકી ૨ દરવાજા ૨ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાદર ડેમમાં ૦.૬૬ ફુટ, ખોખરમાં ૦.૮૬ ફુટ, આજી-૧ ૦.૩૦ ફુટ, સુર્વોમાં ૧૮.૪૪ ફુટ, ગોડલીમાં ૨.૩૦ ફુટ, ૦.૧૬ ૦.૨૦ ફુટ, ઈશ્ર્વરીયામાં ૦.૬૬ ફુટ, ભાદર-૨માં ૧.૬૪ ફુટ, સસોઈમાં ૨.૦૭ ફુટ, ફુલઝર-૨માં ૨.૯૯ ફુટ, ફોફળ-૨માં ૧.૬૪ ફુટ, ઉંડ-૧ ૦.૩૩ ફુટ, કંકાવટીમાં ૦.૧૬ ફુટ, ફુલઝર ખોબામાં ૦.૯૮ ફુટ, ‚પાવટીમાં ૦.૬૬ ફુટ, ગડકીમાં ૩.૪૦ ફુટ, સાનીમાં ૧.૮૦ ફુટ, દ્વારકા જિલ્લાના ગડકીમાં ૩.૪૪ ફુટ, વરતુ-૨માં ૭.૦૫ ફુટ, ૩.૭૭ ફુટ, સિંધડીમાં ૨.૯૫ ફુટ, ૩.૯૪ ફુટ, મીંણસામાં ૪.૫૯ ફુટ, લીંબડી ભોગાવો-૧ ૦.૦૭ ફુટ, વાસલમાં ૧.૬૪ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૮૨ ફુટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં ૦.૬૬ ફુટ નવા નીરની આવક થવા પામી છે.