મેહુલ અને મયંક ભીમાણીની મહેનત રંગલાવી: એપ્લીકેશન થકી થનારી આવકના ભાગીદાર વપરાશકર્તાઓ રહેશે
રાજકોટના યુવા ઉઘોગ સાહસિકો મેહુલભાઇ ભીમાણી અને મયંકભાઇ ભીમાણી અને તેમની યુવા ટીમે વેણી ઇન્ફોટેક પ્રા.લી. ના બેનર હેઠળ સોશ્યલ એપ્લિકેશન MINEAPP નો પ્રારંભ કર્યો છે.
આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહીતી આપતા મયંક ભીમાણી તથા મેહુલભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન ખરા અર્થમાં સોશ્યલ એપ્લિકેશન છે. એટલે કે લોકો માટે ચાલતી લોકોની સોશ્યલ એપ્લિકેશન છે. આ એપ ગુગલ પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ છે. અને
ISO ના એપ સ્ટોરમાં પણ ટુંક સમયમાં ઉપલબ્ધ બનશે જે વિનામુલ્યે ડાઉન લોડ થઇ શકે છે. MINEAPP ના ઉપયોગકર્તાઓ જ તેના ખરા લાભાર્થીઓ છે. જેમ જેમ આ એપનો ઉપયોગ વધશે તેમ ભવિષ્યમાં તેમાં ગુગલ એડસ અને અન્ય રીતે જાહેરાત આવતી જશે.
તેમાંથી જે આવક થશે તેમાં વેણી ઇન્ફોટક પ્રા.. લી. કે જે એપ્લિકેશન ચલાવે છે તે માત્ર જરુરી પુરતી રાશીનો ઉપયોગ કરશે અને બાકીની આવક એપ્લિકેશન માર્કેટમાં છે. તેમાંથી થતી આવક કે જે તેના માલીક અથવા કંપનીને જ જાય છે જયારે MINEAPP સૌપ્રથમ એવી એપ્લિકેશન બનશે જેની આવકના લાભાથી તેના વપરાશકર્તાઓ ખુર બનશે.
મેહુલભાઇ અને મયંકભાઇ ભીમાણી વધુમાં કહે છે MINEAPP (માઇનએપ) માં અન્ય યુઝર્સ સાથે તમારી વૈચારિક સામ્યતા (થીન્કિંગ પેટર્ન) માપવા માટે બધાને એક સરખા પ્રશ્નો પૂછી, આપેલા જવાબોની એક ખાસ પ્રોગ્રામ દ્વારા તુલના કરવામાં આવે છે.
વધુમાં આપ સેલ્ફી ચેલેન્જ નામના વિકલ્પથી આપતા મિત્રો સગા-સંબંધીઓ તથા અન્ય યુઝર્સ સાથે સેલ્ફિની સ્પર્ધાઓ કરી ખુબ જ આનંદ ઉઠાવી શકો છે. આ એપમાં ખુબ જ સખત સિકરયોરીટી રખાઇ છે. જેથી મહીલાઓ તેમની પ્રાઇવસી જાળવી શકે કોઇ અણછાજતી પોસ્ટ કે યુઝર્સને MINEAPP દ્વારાદુર કરાય તેવો પ્રબંધ પણ કાયદા હેઠળ રખાયો છે.