- સાઉથ ઇન્ડિયન ભોજનના સ્વાદપ્રિય શોખીનો માટે રાજકોટમાં ખુલ્યું વેંકટેશ્ર્વરા કાફે
રંગીલા રાજકોટીયન્સ હરવા ફરવા સાથે ખાવા-પીવાના શોખીન હોય છે. રંગીલા રાજ રાજકોટીયન્સ માટે સાઉથ ઇન્ડીયન્સ ઘણી વેરાઇટી મળે છે. ત્યારે રાજકોટમાં યુર્નિવર્સિટી રોડમાં વેકેટેશ્ર્વરા નામનું નવા રેસ્ટોરન્ટનું સોપાન ખુલ્યું છે. જેમાં કર્ણાટકમાં મળતા ઢોસા અને ત્યાંના અવનવા પ્રકારના ભાત અને રપ થી વધુ નાસ્તાની વેરાઇટી મળી રહેશે. આ રેસ્ટોરન્સની ખાસીયત એ છે કે અહી બધી વેરાઇટી છે અને માખણમાંથી બનાવવામાં આવે છે તેલનો ઉપયોગ થતી નથી.
નાસ્તાની વિવિધ રપ થી વધુ વેરાયટી ઉપલબ્ધ: નિશાંત મહેતા
અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું કે હું બેંગ્લોરમાં રહેલો છું. તેથી ત્યાંનો ખોરાક બાબતની ખબર છે. તેથી એવો વિચાર આવ્યો કે આ વેરાયટીને ગુજરાતમાં લાવીએ. આ રેસ્ટોરન્ટની વિશેષતા એ છે કે અહી બનાવાતી વસ્તુમાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી. અહી અવનવા ઢોસા, નાસ્તામાં ર0 થી રપ આ આઇટમ અને અલગ જાતના રાઇસ વગેરે મળશે.
ઘી અને માખણના ઉપયોગ કરી ઢોસા બનાવામાં આવે છે રાહુલભાઇ સાવલિયા
અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કન્નડ ઢોસાએ મદ્રાસ ઢોસાથી અલગ પડે છે. જે ઢોસાં કર્ણાટકમાં મળે છે. તે અલગ ઢોસા હોય છે. જેનો ગુજરાતમાં લાવવાનો પ્લાન 2014ની ચાલતો હતો. અહીં ગુજરાતમાં ચીઝ વાળા, પનીર વાળા ઢોસા તેવી વેરાયટી વધી ગઇ છે. તેથી જે સાચા ઢોસા કરતો જે ઘીમાંથી બને છે જે ઓછી જગ્યાએ મળે છે. તેથી અમને વિચાર આવ્યો કે લોકો સુધી એ પહોંચે તે માટે અમે ખોલ્યું છે. અમે ઘી અને માખણનો ઉપયોગ કરી તે ઢોંસા બનાવ્યે છીએ. અમે તેલનો ઉપયોગ કરતાં નથી. અવનવા આઠ પ્રકારના ઢોંસા અને કર્ણાટકના ભાતની વેરાયટીઓ મળે છે. જે સ્વાસ્થ્ય માટે સારુ હોય તે જ અહીં બનાવવામાં આવે છે.