રિલાયન્સે ન્યારા એર્નજી સાથે ભાગીદારીમાં ૬.૨૦ લાખ બેરલ ક્રુડની કરી આયાત
ભારત વિશ્વમાં ટુ વ્હીલની ખરીદી માટે મોટો ગ્રાહક બનીને ઉભરી રહ્યું છે. ભારતને પેટ્રોલીંગ પેદાશો આપવામાં તમામ ક્રુડ ઉત્પાદક દેશો આતુર રહે છે. દરમિયાન ભારત વેનેઝુએલા પાસે સૌથી વધુ ક્રુડ ખરીદનાર દેશ બન્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી માટે ૬૬ ટકા ઉછાળો લાવી એક દિવસમાં ૯,૨૦,૦૦૦ બેરલની આયાત કરી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમીટેડ અને ન્યારા એનજી લિમિટેડની ખરીદારી વધી રહી છે. અમેરિકાએ હળવા કરેલા કેટલાક નિયંત્રણોનાં કારણે ભારત માટે વેનેઝુએલામાંથી તેલની ખરીદીનો રસ્તો આસાન બન્યો છે.
આ મહિને જ આયાતમાં ૬૬%નો વધારો કરી ફેબ્રુઆરી મહીનામાં ૬૨૦૦૦૦ બેરલ પ્રતિદિનની આવક શરૂ થઈ છે.
વેનેઝુએલાની ૭ કંપનીઓ ભારત સાથે વ્યવહાર કરી રહી છે. વેનેઝુએલા સાથેના કરારમાં અમેરિકાએ હાથ ધરેલા ઉદાર અભિગમથી ભારે તેજી આવી છે. પૂરતા પ્રમાણમાં જરૂરી કાચોમાલ મળતો થવાથી ભારતમાં પેટ્રોલ ડીઝલનાં ભાવો નિયંત્રણમાં આવશે.