બ્રહ્મસંબંધ દીક્ષા, પાટોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે: ઠાકોરજીની ભવ્ય રથયાત્રા, ચરણસ્પર્શનો અનેક શ્રઘ્ધાળુઓએ લાભ લીધો: સાંજે મહાપ્રસાદ, કાલે વલ્લભાચાર્ય મહાપ્રુજીના જીવન ચરિત્ર પર અદભુત નાટકની પ્રસ્તુતી
શ્રીનાથ ધામ હવેલીના ઉદધાટન પ્રસંગે શ્રીમદ્દ ભગવત સપ્તાહની પુર્ણાહુતિ થઇ હતી. જેમાં મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં ભકતો હાજર રહ્યા હતા. આજે બપોરે અઢી કલાકે ઠાકોરજીની વાહન રેલી યોજાઇ હતી.
જે રેસકોર્ષ મેદાનથી પ્રસ્થાન કરીને હવેલીના પટાંગણમાં પહોંચી હતી. જેમાં મોટી સખ્યામાં લોકો વાહનો સાથે જોડાયા હતા. ઠાકોરજીની વિશાળ રેલી બાદ લોકો ઠાકોરજીના ચરણસ્પર્ધા કરી શકે તે માટે ચરણસ્પર્શ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ હવેલીના પાટે બીરાજનાર શ્રીનાથજી, દ્રારકાધીશ, મહાપ્રભુજી, યમુનાજી, સ્વરુપોના ચરણસ્પર્શ કર્યા હતાં. તેમજ સાંજે વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મહામંત્રી જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે ચુંટણીના માહોલને કારણે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી ઉદધાટન પ્રસંગે ઉ૫સ્થિત રહેશેનહિ જો કે શુભ અવસરની શુભેચ્છા પાઠવી છે. તેમજ ઉદધાટન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ઉદધાટન દિવસે શ્રીનાથધામ હવેલીનો પાટોત્સવ બપોરે ૧ર કલાકે યોજવામાં આવશે. અને ઠાકોરજી સમક્ષ બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવશે. વલ્લભચાર્યજી મહા પ્રભુજીના જીવન ચરિત્ર પર નાટકની રજુઆત ૩૧ માર્ચના રોજ રાત્રે ૮.૩૦ કલાકે કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા જણાવ્યું છે.
શ્રીનાથધામ હવેલી આવનાર સમયમાં સંસ્કાર ભગીરથ કાર્ય કરશે: મુખ્યમંત્રી
સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક પાટનગર ગણાતા રાજકોટના આંગણે વૈષ્ણાચાર્ય શ્રી વ્રજરાજસિંહ ની અઘ્યક્ષામાં શ્રીનાથજીધામ હવેલીનો ભવ્ય ઉદધાટન મહોત્સવ યોજાઇ રહ્યો છે. રાજકોટ ભકિતમય અને ધર્મમય અને તેવા હેતુથી આ હવેલી આઘ્યાત્મીક ચેતના ઉત્પન્ન કરશે તેવી આસ્થા છે લોકો વ્યસનમુકિત બને, શિક્ષિત અને દિક્ષિત બને અને ધર્મના સંસ્કારોથી રંગાય, તેવું કાર્ય વ્રજરાજકુમાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવનાર સમયમાં સંસ્કાર ભગીરથનું કાર્ય કરનાર હવેલીનું ઉદધાટન ગૌરવની બાબત છે.