નાટકના માધ્યમથી લોકોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી અપાઈ
જિલ્લા નિર્વાચન વિભાગ, દાદરાનગર હવેલી અંતર્ગત મતદાતા શિક્ષણ તેમજ નિર્વાચક સહભાગીતા અભિયાન (સ્વીપ) દ્વારા ખાનવેલની સ્ટર્લીંગ કંપનીમાં મતદાતા પ્રશિક્ષણ તેમજ જન જાગૃતિના અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં નિર્વચીન પ્રક્રિયાની સાથે ઈવીઅમે, વીવીપેટ મશીનની પ્રાયોગીક જાણકારી આપવામાં આવી હતી. કંપનીના ઘણા કર્મચારીઓએ મોક પોલ કરીને નિર્વાચીન પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. કાર્યક્રમમાં કંપનીના માનવ સંશાધન તેમજ પ્રશાસની પ્રમુખ કેરસી ખંબાટા તથા માનવ સંશાધન અને પ્રશાસનીક પ્રબંધક મનીદ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે કંપનીના કર્મચારીઓએ અન્ય લોકોને પણ મતદાન સંબંધી જાણકારી આપવાનો સંકલ્પ કર્યો હતો.
સાથે સાથે ખેડયા અને ખાનવેલના જુદાજુદા વિસ્તારોમાં જનજાગૃતિતા અભિયાનના માધ્યમથી લોકોને નિર્વાચન પ્રક્રિયાની જાણકારી આપવમાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ નિર્વાચન અંગેના શપથ પણ લીધા હતા. શામવરણીમાં આવેલા ગાર્ડન સીટી આવાસીય સંકુલમાં સભાનું આયોજન કરીને લોકોના નિર્વાચન પ્રક્રિયા તથા ઈવીએમ, વીવીપેટ મશીનની જાણકારી આપવામાં આવી હતી. નાટકનામાધ્યમથી ચૂંટણી સહિતા અનિવાર્ય મતદાન, સી.વિજિલ એમ. તથા મતદાન સંબંધી કોઈ પણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ની જાણકારી આપવામાં આવી હતી. ઈવીએમ તથા વીવીપેટે મશીનની જાણકારી અને લોકોને મોક પોલના માધ્યમથી આ વખતના લોકસભાની ચૂંટણીમાં પ્રદેશમાં સૌ પ્રથમ વાર જ ઉપયોગમાં લેનારી વીવીપેટ મશીનની પ્રાયોગીક જાણકારી લીધી હતી. આ અભિયાનમાં યુવા મતદાતા, અને ખાસ કરીને પહેલીવાર મતદાન કરનાર મતદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધોહતો.
સ્વીપના વી.શુકલ તથા વ્રજભૂષણે મતદાતાઓને મતદાન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી આપી હતી. પ્રશિક્ષણ કાર્યક્રમમાં શિવભટ્ટ, પ્રશાંત બર્ડે, ઔરંગઝેબ કુરેશી તેમજ સંબંધીત વિસ્તારના બૂથ લેવલના અધિકારીઓ સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રીલે પ્રદેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે જેમાં મતદારે ઈવીએમને સાથે પહેલીવાર વીવીપેટનો ઉપયોગ કરશે. સ્વીપનાનોડલ અધિકારી મોહિત મિશ્રાના માર્ગદર્શનમાં પ્રદેશભરનાં મતદારોને પ્રશિક્ષણ તથા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરરોજ વિભિન્ન ઔદ્યોગિક એકમો, ગ્રામ્ય વિસ્તારો તથા શહેરનાં આવાસીય પરીસરોમાં સભાઓ તથા નાટકના માધ્યમથી મતદારોને નિર્વાચન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી રહી છે. મોક પોલના માધ્યમથી મતદારો ઈવીએમ તથા વીવીપેટની પ્રાયોગીક જાણકારી પણ લઈ રહ્યા છે. સ્વીપના આ અભિયાનને આમ જનતાની ખૂબ સરાહના મળી રહી છે.