શિયાળાની શરૂઆતમાં ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે આમતો શ્જીયલમાં ઘણા બધા તહેવાર આવે છે પરંતુ ક્રિસમસનો તહેવાર બધા માટે ખૂબ જ ખાસ હોય છે ૨૫ ડિસેમ,બારથી ૩૧ ડિસેમ્બર સુધીનો આ તહેવાર વિદેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે અને તેની સાથે ભારતમાં પણ હવે આ તહેવારનું મહત્વ એટલુ જ વધતું ગયું છે ખ્રિસ્તી ધર્મના આ તહેવારને લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવે છે.
તેમાં પણ હવે ૨૫ ડિસેમ્બર તેમજ ૩૧ ડિસેમ્બરની પાર્ટીનો પ્લાન આપણે બધા જ કરતાં હોય છીએ,તેમાં પણ જો છોકરીયોની વાત કરવામાં આવે તો છોકરીઓ બધા કરતા અલગ દેખાવા માંગતી હોય છે, તેવામાં મેકઅપ થી લઈને ડ્રેસિંગ બધુ તેને અલગ જોતું હોય છે.
બધી છોકરિયોને એવું હોય છે કે ડ્રેસ લેવા સમય પર ખૂબ જ મૂંઝવણમાં હોય છે ક્યાં ડ્રેસ લેવા કેવા કલર તેમણે શુટ થાય છે વગેરે જેવ પ્રશ્નો તેમણે મુંજવતા હોઈ છે તો આજે અમે તમને કેટલા એવા ડ્રેસ વિષે જણાવીશું જે તમને અલગ લૂક આપે.
તમે કોઈ વખત વિચાર્યું છે કે તમારા પર વેલ્વેટના ડ્રેસ કેવા લાગશે??…બદલતા મૌસમની સાથે ફેશનમાં પણ ઘણા બદલાવ લાવે છે…એ પછી શિયાળાની રૂતુ હોય કે પછી બીજી કોઈ…
અત્યારે શર્દીની રૂતુમાં વેલ્વેટના ડ્રેસ ખૂબ જ અલગ લૂક આપે છે અને સાથે સાથે તેમાં ઠંડી પણ ઓછી લાગે છે.તો તમે પણ આ ક્રિસમસની પાર્ટીમાં ટ્રાય કરી શકો છો આ વેલ્વેટના ડ્રેસ અને પાર્ટીમાં અલગ લૂક આપી શકો છો.