21મી સદીમાં સમાજમાં પહેરવેશ બદલાય રહેલા દૃષ્ટિકોણોની દુરો-ગામી અસરો વર્તાવાનું શરૂ?
અબતક, રાજકોટ
સ્ત્રીઓના પહેરવેશ અંગેના પ્રશ્ર્નો ઉઠે છે? જેમાં વસ્ત્રો પહેરવેશ અંગેની સ્વાતંત્રતા તથા છુટછાટો કઇ પ્રકારની તથા કયા સ્ટેજ સુધી હોવી જોઇએ તે વિચારણા-પૂર્વકની બાબત થઇ રહી છે. કહેવત છે કે, જેવો દેશ એવો વેશની જેમ જેમ વેશ પરિધાનની વિવિધતા જોવા મળે છે.
હાલમાં ર1મી સદીના આધુનિક તથા ઝડપી યુગમાં સાક્ષરતા તથા સમજણતાનું પ્રમાણ વધુ જાય છે. પરંતુ, પહેલાના સમયમાં જે ઉંચ-નીચનો ભેદભાવ હતો તથા જાતિય અને સામાજીક ભેદભાવને કારણે પહેરવેશ એ મહત્વનો ભાગ ભજવતો હતો જે હાલમાં પણ ભજવી રહ્યો છે. શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા સમાજનાતમામ ક્ષેત્રના ભેગા થતા લોકોની પ્રવૃતિઓમાં યુનિફોર્મ પહેરવેશ અંગેની જોગવાઇઓ કરેલ છે. જે અંગે ભારતમાં વિવિધ જગ્યાઓ તથા સંસ્થાઓમાં જોવા મળે છે.
સમાજના અલગ અલગ ક્ષેત્રના લોકો હોય છે. જેમાના હાલમાં કર્ણાટકની એક કોલેજની વિદ્યાર્થીનીઓને બુરખો પહેરવા અંગેની ટીકાઓ તથા આક્ષેપો મુકીને પહેરવેશ અંગેના પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. તો તે અંગે સરકારે પણ બાબતને ઘ્યાનમાં લઇને ઉકેલવી જોઇએ. જેથી નિસ્પક્ષ ન્યાય મળી રહે. આપણા દેશમાં ભિન્ન-ભિન્ન લોકો રહે છે. તેમ જ પર પ્રાંતિઓ પણ રહે છે અને આપણા ભારતના બંધારણ મુજબ કોઇપણને સ્વૈચ્છીક ધર્મ પાડવાની છુટ છે અને પૂરતી સ્વાતંત્રતાનો હકક આપેલો છે. તો આ બાબતે કોઇપણ જાતિ અથવા સમાજના લોકોને પુરેપુરો સ્વાતંત્રતાનો હકક રહેલો છે. જેમાં વસ્ત્રોના પહેરવેશ એ સ્વયં નકકી કરીને પહેરી શકે છે. પરંતુ, તે ફકત સમાજના અન્ય વર્ગ અથવા લોકોને માન-હાનિ અથવા તેના વિરુઘ્ધમાં થતા કટાક્ષોને લગતી ન હોવી જોઇએ.
મહિલા સશકિતકરણ અને મહિલા અધિકારના દાવાઓ થાય છે. પરંતુ, સાંપ્રદ સમાજમાં મહિલાઓની મર્જીની દોરી પરંપરા-રીવાજ અને પુરુષ આધિપત્યમાં જ રહેલી હોય તેમ, સામાજીક સલામતીના ભાગ રૂપે મહિલાઓને ખરાબ નજરથી બચવાનું રહે છે. નજર પુરુષોની ખરાબ હોય પણ તેની સજા મહિલાઓને માટે છે. ખરાબ નજર પુરૂષોની અને મોઢું ઢાંકીને બુરખામાં કે લાજમાં મહિલાને રાખવાની આપણી સામાજીક પરંપરા કેટલા અંશે ન્યાયિક ગણાય તે વિચાયુૃ છે ખરું ?
પહેરવેશ એ સામાજીક સંસ્કૃતિનું પ્રતિક ગણાય છે. અલગ અલગ પ્રદેશ સમાજ સંપ્રદાય ધર્મ પરંપરામાં પહેરવેશની વિવિધતા જોવા મળે છે. દરેકને પોતાનો મન પસંદ પોષાદ પહેરવાનો હકક છે. હા, તેમાં ઓૈચિત્ય ભંગ ન થવો જોઇએ તેનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ તે પણ ફરજ ન પાડી શકાય. પહેરવેશ સમાજનું પ્રતિક છે અને કયાંક કયાંક એકયતાનો ભાવ ઉભો કરે છે. શાળા તથા કોલેજોમાં આ કારણે જ ગણવેશ પ્રથા અમલમાં આવી છે કે જેનાથી તમામ વિઘાર્થીઓ સમકક્ષ બની સામાજીક, આથિંક, ધાર્મિક સંપ્રદાયના ભેદ-ભાવ વિના એકરુપ થઇને અભ્યાસ કરી શકે શાળાના ગણવેશને સામાજીક અને સામુહિક પરિધાન કરી શકાય અને તેના નિયમો પાળવાના હોય છે.
વસ્ત્રો પહેરવેશનો સ્વાતંત્ર્ય કેવો હોવો જોઇએ?
આપણા સમાજમાં જુદા જુદા ધર્મ પાળતા, જુદી જુદી જ્ઞાતિઓ ધરાવતા તથા અન્ય રીત-ભાતોને પાળતા લોકો રહે છે જે બધા પોતાની રીતે તેમના નિયમોનુસારનું અનુકરણ કરે છે તેમ જ તેમની પહેલેથી આવી રહેલી પરંપરાનું અનુકરણ કરે છે. સમાજમાં હાલમાં વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ વધતો જાય છે. જે સમાજના લોકોની માનસિ વૃતિ એ તેને અભદ્ર રીતે જોવે છે. અને તેની સમાજમાં બદનામી કરીે ખોટી રીતે ચર્ચાય છે. જે ખરેખર તટસ્થતાની રૂએ હોવું જોઇએ.
આજના અદ્યતન યુગમાં સ્ત્રીઓના પહેરવેશ અંગે પણ પ્રશ્ર્ન!!!
હાલમાં ચર્ચિત કર્ણાટકની એક કોલેજના મુદ્દે જેમાં પોલીટીક પાર્ટીના ના એક નેતા કમિટિ મેમ્બર હોયને તેના જણાવ્યા મુજબ યુનિફોર્મ ફરજીયાત હોવો જોઇએ તેની આવી વાતને કારણે ઉભી થતી મુશ્કેલીઓએ અલગ કોમ્યુનિટીને અસર કરે છે. હાલ કર્ણાટકની આઠ વિઘાર્થીનીઓ કોલેજનાી બહાર ધરણા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ મુદ્દે કર્ણાટક સરકારે ત્રણ દિવસની હાઇસ્કુલો તથા કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી જે 1ર ફેબ્રુઆરીની આસપાસ ખુલશે અને રેગ્યુલ ચાલુ થશે તેવું લાગી રહ્યું છે. આ વિવાદે સરકારે નિષ્પક્ષ રીતે વિચારણા કરીને ન્યાયીક રીતે પરિપત્ર અથવા જાહેરનામુ બહાર પાડવું જોઇએ જે તમામ જનહિતમાં ઉપયોગી થાય તેવું હોવું જોઇએ.