7 થી 40 લાખની કિંમતની 290 કારની ખરીદી કરાઈ

જુનાગઢના ઓટોમોબાઇલ્સના ધંધાર્થીઓને નવરાત્રિના દિવસો ફળિયા છે, કારણ કે નવરાત્રી દરમિયાન કુલ 39.52 કરોડના વાહનો વેચાતા દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ ઓટોમોબાઇલ્સના ધંધાર્થીઓમાં જોવા મળી રહ્યો છે.

જુનાગઢ શહેરમાં નવરાત્રીના પ્રથમ દિવસથી દશેરા સુધીમાં એટલે કે છેલ્લા 10 દિવસો દરમિયાન જુનાગઢ શહેરમાં 7 લાખથી 40 લાખ સુધીની કુલ 290 કાર એ ઉપરાંત બાઈક, કોમર્શિયલ વાહનો, ટ્રેકટર તથા ઈબાઈક ની ગ્રાહકો દ્વારા ખરીદી થવા પામી છે.

સતત બે વર્ષો સુધી કોરોનાની મહામારી બાદ લોકોની આર્થિક પરિસ્થિતિ થોડી સુધરતા અને બીજી બાજુ સારો વરસાદ થતાં ખેડૂતો અને આમજનોમાં પણ સારા દિવસો દેખાતા આ વર્ષે માત્ર નવરાત્રીના દસ દિવસ દરમિયાન જ 39.52 કરોડના વાહનો ખરીદાયા હોવાનું અને તે સાથે ઘર અને વ્યવસાય ઉપયોગી ઈલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે નવરાત્રી દરમિયાન સાજ, સજાવટના સાધનો અને વસ્તુઓની ખરીદી થઈ હોવાનું વેપારીઓમાંથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.