કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા દેશલપર-નલીયા રોડ કિ.મી. 25/400 થી 90/200ની ચેઇનેજ થી 65/300 થી 65/400 વચ્ચે આવેલા ભવાનીપર ગામ પાસેના આર્કમેશનરી બ્રીજની વર્તુળ મા.મ વર્તુળ ગાંધીનગર દ્વારા ચકાસણી કરાતાં આ બ્રીજ ક્રિટીકલ ક્ધડીશનમાં હોવાનું જણાવેલ છે. આ બ્રિજ ભારે વાહન વ્યવહાર માટે ભયજનક હોઇ ભારે વાહનોની અવર જવર બંધ કરાવી અને નવા વૈકલ્પિક માર્ગ માટે મોથાળા-કોઠારા-નલીયા રોડ પરથી અવર જવર કરવા માટે કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, (રાજય) ભુજ-કચ્છ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.
જે બાબત ધ્યાને લેતા આ બ્રીજ ક્રીટીકલ ક્ધડીશનમાં હોઇ તેના પરથી ભારે વાહન પસાર કરવા ભયજનક છે. જેથી અકસ્માતના બનાવ અટકાવવા માટે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે ભારે/અતિભારે વાહનોને આ રસ્તાઓ પરથી બંધ કરી તેની અવેજીમાં અનુસુચી મુજબના રસ્તાઓ પર ભારે/અતિભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમો કરવા જરૂરી જણાય છે.
જેથી કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના દેશલપર-નલીયા-રોડ કિ.મી. 25/400 થી 90/200 ચેઈનેજ કિ.મી. 65/300 થી 65/400 આવેલા ભવાનીપર ગામ પાસેના બ્રીજ પરથી ભારે વાહન વ્યવહાર માટે પ્રવેશબંધી ફરમાવવા તેમજ આ ભારે/અતિભારે વાહક વાહનોને અનુસૂચિ મુજબ જે ભુજ-તેરા-નલીયા થઇ આવે છે તે વાહનોને મોથાળા-કોઠારા-નલીયા રોડ પર ડાયવર્ટ કરી અવર જવર કરી શકશે.