રીસાઇક્લિંગથી ઑટોમોબાઇલ ઉદ્યોગ માટે કંપોનન્ટ્સનો ખર્ચ ઓછો થશે તેની સાથે જ નવા વાહનોની ખરીદી માટે રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સમાં પણ ગ્રાહકોને છૂટ મળશે

કેન્દ્ર સરકાર દ્વારા જુના વાહન માટે નવી સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 20 વર્ષથી જુના વાહનોની આગામી તારીખ 1 જુલાઈ 2024 નોંધણી રદ કરવામાં આવશે. ત્યારબાદ જો આ વાહનો ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરે તો ફરી નોંધણી થશે નહીં. આવી જ રીતે 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને એપ્રિલ 2020માં ડીરજીસ્ટર્ડ કરવામાં આવશે.

સ્ક્રેપેજ પોલિસી હેઠળ પર્સનલ વ્હીકલ્સને 20 વર્ષ બાદ વધુ કમર્શિયલ વ્હીકલ્સનું 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવું ફરજીયાત રહેશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, તમામ વાહન બનાવતી કંપનીઓને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે નવા વાહન વેચતા સમયે સ્ક્રૈપ પોલિસીના સર્ટિફિકેટ આપનારા વાહન માલિકોને 5 ટકાની છૂટ આપવામાં આવે.

રીસાઇક્લિંગથી ઑટોમોબાઇલ ઉદ્યોગ માટે કંપોનેન્ટ્સનો ખર્ચ ઓછો થશે તેની સાથે જ નવા વાહનોની ખરીદી માટે રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સમાં પણ ગ્રાહકોને છૂટ મળશે. તેનાથી ઑટો સેક્ટરમાં વાહનોના વેચાણમાં વધારો થશે.

સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (સંશોધન) નિયમ, 2021 બહાર પાડ્યો છે. આ નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જેમાં ગાડીઓના સ્ક્રેપેજ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, અને તેના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ નિયમોની સાથે સાથે ફી અંગે પણ જાણકારી આપવામાં આવી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે જો વાહનનું રજિસ્ટ્રેશન સ્ક્રેપ કરવા માટે સર્ટિફિકેટ લેવાયું છે, ત્યારે એવી સ્થિતિમાં નવી ગાડી ખરીદવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરવા માટે ફી લેવામાં નહીં આવે.

સ્ક્રેપિંગ નીતિ અપનાવનારા લોકોને નવી ગાડી ખરીદવા પર 5 ટકાની છૂટ મળશે.ભારતમાં દુનિયાના લગભગ તમામ ઑટો બ્રાન્ડ હાજર છે. સક્રેપિંગ પોલીસીના કારણે ઑટો સેકટરની ઈકોનોમીનો આકાર 4.50 લાખ કરોડથી વધીને 6 લાખ કરોડ રૂપિયા થઈ જશે. આ સાથે જ નવી 35000 નોકરીઓનું પણ નિર્માણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.