કોલાપુરી ચંપલ જેવી અનેક આઇટમોની દુનિયામાં માંગ: મુક્ત વેપાર સંધિ થી દુબઈ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા તારી જેવા દેશોમાં ભારત નો માલ વિકાસ કરાશે

અબતક રાજકોટ
ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના લક્ષ્યાંક પર તબક્કાવાર આયોજન થઈ રહ્યું છે અને આ લક્ષ્યાંક ધારેલા સમય કરતાં પણ વહેલાસર પૂરા થઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે
અર્થતંત્ર અને સફળ બનાવવા માટે આયાત નું ભારણ ઘટાડી નિકાસનું પ્રમાણ વધારવાની એક રણનીતિ રાખવામાં આવી છે ત્યારે કેન્દ્ર ના વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે ગઇકાલે જણાવ્યું હતું કે દેશના ચર્મ ઉદ્યોગ માટે મોટી તક રહેલી છે જો ઉદ્યોગને કરમુક્તિનો લાભ મળવા પાત્ર બને તો ૨૦૨૫ સુધીમાં દુબઈ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે ફ્રી ટ્રેડ મુક્ત વેપાર કરાર નો લાભ લઈને ચામડાને લગતી બનાવટો ની નિકાસ નું કદ ૭૫૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે

કાઉન્સિલ ઓફ વેધર એક્સપોર્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી એ આશા સેવી હતી કે ગર્લ કોર્પોરેશન કાઉન્સિલ સાથે ની સંધિ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં થશે જેનાથી કુવેર માં કતાર સાઉદી અરબ અને દુબઈ સાથે ચામડાના વેપારમાં વધારો થશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે ચર્મ ઉદ્યોગ માટે duty free માર્કેટ અંગે દુબઈ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત ચાલે છે જો આ કરાર શક્ય બનશે તો દેશના ચર્મ ઉધોગની નિકાસનો આંકડો ૭૫૦૦૦કરોડ રૂપિયા સુધી પહોંચશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુરોપીયન સંઘ સાથે પણ ચર્મ ઉદ્યોગના વેપાર અંગે વાતચીત ચાલી રહી છે દ્વારા ઈઝરાઈલ પણ ભારતની ચામડાની વસ્તુઓ ખરીદવા માટે ઉત્સુક છે,
ભારતમાં સારા પ્રકારના ચામડાની ઉપલબ્ધિ અને કૌશલ્ય ની પૂરેપૂરી ક્ષમતા હોવાથી ભારતના ચામડાની વસ્તુઓ નો સમગ્ર વિશ્વમાં સારી માં છે મને વિશ્વાસ છે કે ૧૫થી ૧૭ ટકાના વૃદ્ધિદર સાથે ૨૦૨૫માં દેશની ભારતના ચર્મ ઉધોગની નિકાસનો આંકડો ૭૫૦૦૦કરોડ રૂપિયા સુધી પહોંચશે પિયુષ ગોયેલે વધુમાં જણાવ્યું હતું કે કોલ્હાપુરી ચપ્પલ ની એક જ આઈટમ એકબિલિયન અમેરિકન ડોલર નિકાસનું લક્ષ્ય સાધી શકવા સક્ષમ છે, ચર્મ ઉદ્યોગના અગ્રણી સંજય લિખા એ જણાવ્યું હતું કે ગુજરાતી ચાલુ વર્ષે ૩૬૦૦૦ કરોડ રૂપિયા ની નીકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જે ૨૦૨૫ સુધીમાં ૭૫ હજાર કરોડ સુધી લઈ જઈ શકાશે ગુજરાતી દેશમાં ઘરેલું લેધર ઉત્પાદન અને ખાસ કરીને ફૂટવેર નું ટર્નઓવર સતતપણે વધી રહ્યું છે અને તેનો સીધો ફાયદો નિકાસને થશે ઉદ્યોગના ઉદ્યોગપતિઓ એ સરકાર પાસે ઉત્પાદન લક્ષી પ્રોત્સાહન યોજનાઓ અને ખાસ કરીને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન ની આશા સેવવામાં આવી રહી છે આગામી ૨૦૨૫ સુધીમાં ચર્મ ઉદ્યોગ નિકાસ૭૫ હજાર કરોડ સુધી પહોંચ્યો છે તેવું દેખાઈ રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.