GSTના અમલ પછી ગ્રાહક માગમાં છેલ્લા કેટલાક સમયમાં ઝડપી રિકવરી નોંધાઈ
સારા ચોમાસા અને બજારના માહોલમાં સુધારાને કારણે ગ્રાહકોમાં ઉત્સાહનો સંકેત મળી રહ્યો છે. વાહનોના વેચાણ અને ક્ધઝ્યુ પ્રોડક્ટ્સની ખરીદીમાં વૃદ્ધિ પાંચ વર્ષમાં સૌથી વધુ રહી છે.
GSTના અમલ પછી ગ્રાહક માગમાં છેલ્લા કેટલાક સમયમાં ઝડપી રિકવરી નોંધાઈ છે. વિશ્વની સૌથી મોટી રિસર્ચ ફર્મ નિલ્સનના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૧૭માં પૂરા થયેલા વર્ષમાં દૈનિક કરિયાણું તેમજ હોમ અને પર્સનલ પ્રોડક્ટ્સની માગમાં ૯ ટકાની વોલ્યુમ વૃદ્ધિ થઈ છે, જે ૨૦૧૦ પછી સૌથી વધુ છે.
ઉદ્યોગના અંદાજ પ્રમાણે ગયા વર્ષે પેસેન્જર વ્હિકલનું વેચાણ ૮.૭ ટકા વધીને ૩૨ લાખ યુનિટ્સ થયું છે, જે ૨૦૧૨ પછીની સૌથી ઊંચી વૃદ્ધિ છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)એ હજુ સમગ્ર વર્ષના આંકડા જાહેર કર્યા નથી.
નિલ્સન ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સમીર શુક્લાએ જણાવ્યું હતું કે, ૨૦૧૬માં સારા કૃષિ પાકને કારણે એ વર્ષે ઓગસ્ટથી ઓક્ટોબરના ગાળામાં FMCGકંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. નોટબંધી અને GSTના અમલને કારણે છેલ્લા એક વર્ષમાં કેટલીક ચેનલ્સ પર થોડા સમય માટે દબાણ વધ્યું હતું, પણ ૨૦૧૭માં વપરાશ આધારિત માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે. વોલ્યુમવૃદ્ધિ ૧૦ ટકાની નજીક રહી છે.
નિલ્સનના જણાવ્યા અનુસાર FMCGમાર્કેટમાં ૨૦૧૩થી ૨૦૧૬ના ગાળામાં સ્થગિતતા જોવા મળી હતી. સૂચિત ગાળામાં ૬-૭ ટકાની GDPવૃદ્ધિ છતાં FMCGસેક્ટરે ૧૬ ટકાની સર્વોચ્ચ વૃદ્ધિની તુલનામાં માત્ર ૭-૮ ટકા વૃદ્ધિ દર્શાવી હતી.પેસેન્જર વ્હિકલનું વેચાણ ૭ ટકાની આસપાસ હતું, જે ૨૦૧૬માં પણ ૭ ટકા અને ૨૦૧૫માં ૭.૮ ટકાના સ્તરે રહ્યું હતું. ૨૦૧૨થી ૨૦૧૪ના ગાળામાં પેસેન્જર વ્હિકલનું વેચાણ સ્થિર અથવા ઘટાડા તરફી રહ્યું હતું. GSTપછી મોટા ભાગની પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડાથી કંપનીઓના વેચાણમાં ચાલુ વર્ષે વધારો નોંધાયો છે. જોકે, આવૃદ્ધિ વોલ્યુમ આધારિત છે.
બજારના સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો છે અને GSTપછી બજાર સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યું છે.