ટુ વ્હીલર્સ ચોરી સરધાર પાસે ભંગારના ડેલામાં લઇ જઇ ભાંગી નાખતા: રુ.૨.૩૨ લાખના ચાર એક્ટિવા અને પાંચ હોન્ડા કબ્જે
શહેરમાંથી દિન-પ્રતિદિન વધી રહેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચા સ્ટાફે જુદા જુદા સ્થળે વોચ ગોઠવી હતી તે દરમિયાન જંગલેશ્ર્વવર વિસ્તારના બે શખ્સો વાહન ચોરી કરી સરધાર પાસે ભંગારના ડેલામાં ભાંગી નાખતા હોવાની બાતમી મળતા પોલીસે બંને રીઢા વાહન ઉઠાવગીરને ઝડપી તેની પાસેથી ‚ા.૨.૩૨ લાખની કિંમતના નવ વાહન કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર મેઇન રોડ પર આવેલા બાગ એ અલી એપાર્ટમેન્ટંમાં રહેતા અનવર ઉર્ફે અનુ અયુબ દેવાણી અને મુસ્તુફા હબીબ કાસમાણી નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એ.એસ.સોનારા, અનિલભાઇ સોનારા, મોહનભાઇ મહેશ્ર્વરી, રામભાઇ વાંક, સમીર શેખ હરદેવસિંહ રાણા અને ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે ભાવનગર રોડ પર વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી લીધા હતા.અનવર ઉર્ફે અનુ અને મુસ્તુફા હબીબની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ભાવનગરમાંથી બે એક્ટિવા અને રાજકોટમાંથી બે એક્ટિવા તેમજ પાંચ હીરો હોન્ડા ચોરી સરધાર પાસે પોતાના ભંગારના ડેલાંમાં લઇ જઇ ભાંગી નાખતા હોવાની કબૂલાત આપી છે. પોલીસે તેની પાસેથી ‚ા.૨.૩૨ લાખની કિંમતના નવ બાઇક કબ્જે કરી વધુ ચોરીના ગુનામાં સંડોવાયા હોવાની શંકા સાથે પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. બંને તસ્કરો આ પહેલાં પણ વાહન ચોરીના ગુનામાં ઝડપાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.