અરવલ્લી જિલ્લા LCB અને SOGની ટીમ ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન પાદર મહુડી ગામે રહેતા સગીર આરોપીએ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કરેલ છે અને એ ચોરી કરેલ એક્ટિવા સગીરે પોતાના ઘરે સંતાડી રાખી હોવાની તેમજ આ સગીર તથા મેઘરજના ગેડ નો રહેવાસી સુભાષ ડામોર શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે તેવી બાતમી મળતા હકીકતના આધારે પોલીસ ની ટિમ પાદર મહુડી ગામે સગીરના ઘરે પહોંચી હતી
ત્યારે સગીર તેમજ સુભાષ ડામોરને સાથે રાખી ઘરની આજુબાજુ તપાસ કરતા ઘર પાછળથી ચોરાયેલ બે એક્ટિવા તથા ચોરાયેલ એક્ટિવાના એન્જીન,ચેચીસ,બે ટાયર,સ્ટેરિંગ રોડ,પેટ્રોલટાંકી, તથા અન્ય બે સ્પેરપાર્ટ મળી આવેલ,આ સ્પેરપાર્ટ 8 માસ અગાઉ મેઘરજના ધરોલા ગામે લગ્નમાં ગયેલ હતો તે વખતે એક ખેતરમાં પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી હતી એ સિવાય મોડાસા ટાઉન, રૂરલ અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ 5 એક્ટિવા અને સ્પેરપાર્ટની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
આ સાથે આ કામમાં સંડોવાયેલ બીજા આરોપી નૈનેશ ખેમાં મનાતની પણ પોલીસે ધરપકડ કરી છે અને હાલ પોલીસે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે એક્ટિવા તથા સ્પેરપાર્ટ સહિત કુલ 90 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઋતુલ પ્રજાપતિ