આગામી સમયમાં નવા વાહનની નોંધણી માટેના નિયમો કડક થઈ શકે છે. કેન્દ્ર સરકાર વાહનની માલિકી માટે જરૂરી “ફોર્મ 20” માં સુધારો કરવાની તૈયારી કરી રહી છે.
સરકારે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સૂચના દ્વારા ફોર્મ 20માં સુધારો કરવા સૂચનો માંગવામાં આવ્યા છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “મંત્રાલયના ધ્યાને આવ્યું છે કે લોકો નોંધણી સમયે વાહનની માલિકીની યોગ્ય નોંધણી કરતા નથી. માલિકીનો પ્રકાર સ્પષ્ટપણે જણાવી શકાય તે માટે ફોર્મ 20 માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.”
વિગતવાર માલિકીના પ્રકારને સ્પષ્ટ કરવા કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ, પીડબ્લ્યુડી, શૈક્ષણિક સંસ્થા, સ્થાનિક ઓથોરિટી, એકથી વધુ માલિક, પોલીસ વિભાગ સહિતના માલિકીના પ્રકારોમાં સુધારો કરવાની દરખાસ્ત છે.