રાજકોટ જિલ્લામાં આવેલ અને જેતપુર થી રાજકોટને જોડાતો નેશનલ હાઇવે 27 ઉપર થી પસાર થાય એટલે એવું લાગે કે જાણે કે કોઈ ગામડાના ગાડા માર્ગ ઉપર થી પસાર થી રહ્યા છે, રાજકોટ થી જેતપુર વચ્ચે 2 ટોલ બુથ છે. જેમાં એક વિરપુર પાસેના પીઠડીયા ટોલટેક્ષ અને બીજો ગોંડલના ભરૂડી પાસેનો ટોલટેક્ષ અહીંથી પસાર થવા માટે મોટો ટેક્સ પણ ચૂકવો પડે છે પરંતુ વાહન ચાલકોના આક્ષેપ મુજબ રાજકોટ થી જેતપુર સુધીનો નેશનલ હાઇવે પુરે પૂરો બિસ્માર છે રોડ ઉપર ઠેક ઠેકાણે મોટો મોટા ખાડાઓ સામાન્ય બાબત છે, ઘણીં જગ્યાએ આ ખાડા 1-1 ફૂટ જેટલા ઊંડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને પોતાના વાહન ચલાવવામાં ખુબજ મોટી મુશ્કેલી પડી રહી છે, જેતપુર થી રાજકોટનો 72 કિમીનો રસ્તો જે સામાન્ય રીતે દોઢ કલાકમાં પૂરો થઇ શકે છે.
ત્યારે આ રોડ ઉપર 3 કલાક જેટલો સમય થાય છે, વધુમાં તો વાહન ચાલકોને સમયની બરબાદી સાથે સાથે તેવોના વાહનના જમ્પર કમાન તૂટી જાય છે સાથે સાથે ખરાબ રોડને કારણે ઘણા બધા વાહનોને અવારનવાર ટાયર ફાટી જવું પંચર પડવું વગેરેની સમસ્યા સર્જાઈ છે ત્યારે વાહન ચાલકોને ફરિયાદ છે કે મોટો ટોલ ટેક્સ લઈને સરકાર શા માટે રોડની સુવિધા આપતી નથી તે પણ એક મોટો સવાલ છે!
વિકાસ અને સુવિધાના નામે મોટા મોટા ટેક્સ ઉઘરાવતી સરકારે ટેક્સની સામે લોકોને પૂરતી અને સારી સુવિધા આપે તે જરૂરી છે, અને તે સરકાર અને પ્રજાના હિતમાં છે, તેવી વાહન ચાલકોમા માંગ ઉઠી છે.