‘અબતક’ સાંધ્ય દૈનિકનો પડઘો: બોગસ અને મૃતકનાં દસ્તાવેજો ઉપર લોન મેળવી બાઈકનુ વેંચાણ થતુ હોવાનુ ખુલ્યું

કંપનીનાં કર્મચારી સહિત ૪ શખ્સો રીમાન્ડ પર

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાળા પંથકમાં મૃતકનાં બોગસ દસ્તાવેજો બનાવી બાઈક ઉપર લોન કૌભાંડનો પદરફાશ કરી પોલીસે ૩૯ બાઈક કબ્જે કરી હીરો ફાયનાન્સ કંપનીનાં કર્મચારી સહિત ૪ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ માટે અદાલતે ચારેયને રીમાન્ડ ઉપર સોંપતો હુકમ કર્યો છે.

પોલીસ પ્રાપ્ત વિગત ગીર સોમનાથ જીલ્લામાં લોન કૌભાંડ તેમજ આર્થીક ગુનાઓને ડામી દેવા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ આપેલી સુચનાને પગલે એસઓજી અને તાલાળા પોલીસ મથકના સ્ટાફને હીરો ફીનકોર્પ ફાયનાન્સ કંપનીમાંથી વાહન પર બોગસ દસ્તાવેજ અને મૃતકના નામના ડોકયુમેન્ટ ઉપર લોન કૌભાંડ ચાલતુ હોવાનુ ઘ્યાને આવતા સ્ટાફે દરોડો પાડી હીરો ફાયનાન્સ કંપનીનાં શૈલેષ જયંતિ મકવાણા, નગીન ઉર્ફે કાના બાબુ આહીર, રાહુલ સુરેશ રીબડીયા અને રીઝવાન મહંમદ રંગારા નામના શખ્સોની અટકાયત કરી પ્રાથમીક પુછપરછ કરતા તેઓએ પાંચ મૃતકના નામના દસ્તાવેજ તેમજ અન્ય વ્યક્તિઓના નામના બોગસ દસ્તાવેજના આધારે લોન કૌભાંડ આચર્યાની કબુલાત આપતા પોલીસે ૩૯ બાઈક કબ્જે કર્યા છે.

પ્રાથમીક તપાસમાં જીલ્લામાં ડીલર અને એજન્ટ નીમી કંપનીનુ સેલીંગ વધારવા આ કૌભાંડ આચર્યાનુ ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ માટે અને કૌભાંડના મુળ સુધી પહોંચવા અદાલતે ચારેય શખ્સોને રીમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.