રાજકોટ જિલ્લાની મોટર પબ્લિકની કામગીરી અંતર્ગત તા. ૨૬ જૂન સુધી વાહનોના ફિટનેસની કામગીરીના કેમ્પનું આયોજન રાજકોટ આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે.
આ મુજબ કેમ્પમાં વાહન નંબરનો છેલ્લો આંકડો ૧ અને ૨ હોય તેમણે તારીખ ૨૨ જુનના રોજ, છેલ્લો આંકડો ૩ અને ૪ હોય તેમણે તારીખ ૨૩ જૂનના રોજ, છેલ્લો આંકડો ૫ અને ૬ હોય તેમણે કેમ્પમાં તારીખ ૨૪ જુનના રોજ, છેલ્લા આંકડા ૭ અને ૮ હોય તેમણે કેમ્પમાં તારીખ ૨૫ જૂનના રોજ, છેલ્લા આંકડા ૯ અને ૦ હોય તેમણે તારીખ ૨૬ જૂનના રોજ આ કેમ્પનો લાભ જૂની ડુંગળી માર્કેટનું મેદાન, બેડી ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ ખાતે સવારે ૧૧.૦૦ થી બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી લઈ શકાશે. આ તારીખોમાં વાહનચાલકોએ ઓનલાઈન ફી ભરપાઈ કરી ફી ની રસીદ તથા વાહનોની અમલી વિમો, પીયુસી, આરસી બુક સાથે હાજર રહેવાનું રહેશે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આર.ટી.ઓ કચેરી ખાતે વાહનોની ફિટનેસની કામગીરી કરવામાં આવશે નહી. આ કામ સંબંધિત કોઈ પણ અરજદારે કચેરીના બદલે ઉપરોક્ત દર્શાવેલા સ્થળ પર જ નંબર પ્રમાણે ફિટનેશની કામગીરી માટે સંપર્ક કરવાનો રહેશે. આ ફિટનેશ કેમ્પમાં ફિટનેસ રીન્યુઅલની જ કામગીરી કરવામાં આવશે, તેમ વાહન વ્યવહાર ઈન્ચાર્જ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવ્યું છે.