વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની સૂચના મુજબ તાલુકા મથક ફિટનેસ રિન્યુઅલની કામગીરી માટે કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાહનના ફિટનેસ કેમ્પમાં સામાજિક અંતર જળવાય રહે તે માટે રીન્યુઅલ માટે વાહનના છેલ્લા આંક મુજબ તેની નિર્ધારીત તારીખ અનુસાર ફિટનેસ કેમ્પ યોજાશે. આ માટે તા. ૧પ ના ૧ અને ર નંબર ધરાવતા, ૧૬-જૂનના ૩ થી ૪, ૧૭-જૂનના પ થી ૬, ૧૮-જૂનના ૭ થી ૮ અને ૧૯-જૂનના ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેસ કરવામાં આવશે તેમજ તા. રર-જૂનના રોજ ૧ અને ર નંબર ધરાવતા, ર૩-જૂનના ૩ થી ૪, ર૪-જૂનના પ થી ૬, રપ-જૂનના ૭ થી ૮ અને ર૬-જૂનના ૯ થી ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેસ કરવામાં આવશે. આમ, જામનગર મુ. નાઘેડી (આર.ટી.ઓ. બિલ્ડીંગના મેદાન) માં ત્રણ તબક્કામાં વાહનોનું ફિટનેસ કરવામાં આવશે.

ધ્રોલમાં ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સામે, બાયોડિઝલના પંપ પાસે તા. ૧પ ના ૧ અને ર નંબર ધરાવતા, ૧૬ જૂનના ૩ થી ૪, ૧૭-જૂનના પ થી ૬, ૧૮-જૂનના ૭ થી ૮ અને ૧૯-જૂનના ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેસ કરવામાં આવશે.

કાલાવડમાં મુ. જીઈબી ઓફિસની સામે, વાવડી રોડમાં તા. રર-જૂનના ૧ અને ર નંબર ધરાવતા, ર૩-જૂનના ૩ થી ૪, ર૪-જૂના પ થી ૬, રપ-જૂનના ૭ થી ૮ અને ર૬-જૂનના ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેસ કરવામાં આવશે.

માત્ર ઉપર જણાવેલ સ્થળ અને તારીખ ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેસ થશે. હાલમાં કચેરીમાં ફિટનેસ બંધ રહેશે અને તેની જગ્યાએ તબક્કાવાર તાલુકા મથકે ફિટનેસની કામગીરી કરવામાં આવશે. જણાવ્યા મુજબના સ્થળ અને તારીખે ફિટનેસ કેમ્પમાં માત્ર ફિટનેસ રિન્યુઅલની કામગીરી થશે. ફિટનેસ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને વાહનને લાગુ પડતા ફિટનેસ કેમ્પના સ્થળ, તારીખ અને વાહનના છેલ્લા આંક મુજબ ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.