મોરબી પોલીસે ડિવાયએસપીની આગેવાનીમાં રાત્રીના સઘન ટ્રાફિક ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન ૩૪૨ વાહન ચાલકો ને રૂ. ૫૦૪૫૦ નો જંગી દંડ ફટકારી કાયદા નું ભાન કરાવાયું હતું
મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ની સુચના થી મોરબી જિલ્લા ના તમામ પોલીસમથક માં વાહનો નું ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ડીવાયએસપી બન્નો જોશી ની આગેવાની માં રાત્રીના નવ વાગ્યા થી જુદા જુદા વિસ્તારો માં પોલીસ દ્વારા વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસે કુલ ૬૮૫ વાહનો ચેક કાર્ય હતા તેમાં વધુ સ્પીડે વાહન ચલાવતા ૧૬ વાહનચાલકો, ૧૧ અડચણરૂપ રાખેલ વાહનચાલકો,કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ૧ વાહન ચાલક,વાહનના જરૂરી કાગળો સાથે ન રાખતા ૨૪ વાહનચાલકો,તેમજ અન્ય ટ્રાફિક કાયદાનો ભંગ કરનારા જુદા જુદા કુલ મળી ૩૪૨ વાહન ચાલકો ને સ્થળ પર જ કુલ રૂપિયા ૫૦૪૫૦ નો હાજર દંડ ફટકારી ટ્રાફિક નિયમો નો ભંગ કરનારા સામે મોરબી પોલીસે લાલ આંખ કરી હતી.
એક જ રાત્રી માં આટલા મોટા દંડ થી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોરબી ની પ્રજા હજુ ટ્રાફિક ના નિયમો થી કેટલી અજાણ છે વાહન ચાલકો પણ પોતાની જવબદારીઓ સમજે અકસ્માતના બનાવ બનતા અટકાવી શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com