ચૂંટણી અધિકારી જે.એન. લીખીયાના માર્ગદર્શનમાં વિવિધ વાહનોનું સઘન ચેકિંગ
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
75-ધોરાજી વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી જે.એન. લીખીયાની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ ગઇકાલ રાત્રિના ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ વગેરેને સાથે રાખીને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
ચૂંટણી અધિકારી લીખીયાએ જણાવ્યું હતું કે 75 ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં 3 ફ્લાઈંગ સ્કવોર્ડ અને 3 એસ.એસ.ટી.ની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ તેમજ પેટ્રોલીંગ રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે.