શહેરમાં વિકટ બનેલી ટ્રાફીક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માતના બનાવ અટકાવવા પોલીસ દ્વારા વાહન ચેકિંગની ઝુંબેશ સઘન બનાવામાં આવી છે. ટ્રાફીક પોલીસે શાળા-કોલેજો ખાતે લાઈસન્સ અને હેલ્મેટ અંગે ચેકિંગ કાર્યવાહી કરી ૭૨૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૫૦થી વધુ સરકારી બાબુઓ અને પોલીસમેનોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
જયારે મોડીરાત સુધી શહેરના સ્વામી નારાયણ ચોક ખાતે ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓએ વાહન ચેકીંગ કાર્યવાહી કરી હતી ચેકીંગ કાર્યવાહી કરી વાહન ચાલકોના લાઈસન્સ તેમજ વાહનના જરૂરી ડોકયુમેન્ટની તપાસ કરી હતી.