અતિવૃષ્ટિમાં શાકભાજીનું ધોવાણ બાદ ધીમી ગતિએ નવા શાકભાજીની આવક
રસોડાંની મહત્વની વસ્તુ ગણાતાં શાકભાજીનાં ભાવ આસમાને પહોચ્યા છે.અલબત ધીમીધારે નવી આવક શરૂ થવાં પામી હોય ભાવમાં આંશિક ઘટાડો થયો છે.પરંતુ દિવાળીનાં તહેવારોમાં શાકભાજીનાં ભાવ ગૃહીણીઓને દઝાડશે એ પાક્કું છે. દિવાળી બાદ ઉંચે ગયેલી બજાર તળિએ આવે તેવી શક્યતાં છે.
હાલ પરિસ્થિતિ એવી છેકે થેલી લઇ શાકભાજી ખરીદવાં ગયેલ વ્યક્તિ શાક,કોથમીર સહીત મસાલો ખરીદે એટલે સ્વાભાવિક રીતે જ રુ. દોઢસો થી બસ્સો ખર્ચાઇ જાય. મોટું પરીવાર હોયતો ખચે વધું લાગે. કારણકે ગુવારનો ભાવ હાલ માં કિલો નાં રૂ.એંસી,રિંગણ રૂ.ચાલીસ થી સાઇઠ, ભીંડો, ટમેટા રૂ.ચાલીસ થી પચાસ, એજ રીતે કોબી, ફલાવર સહીતનાં ભાવ આસમાને પંહોચ્યા છે. લીલા મરચાંનાં ભાવ રુ.ચાલીસથી એંસી બોલાઇ રહ્યા છે. સામાન્ય કોથમીરનાં ભાવ પણ રૂ.ત્રીસથી પચાસ સુધી બોલાઇ રહ્યા છે. રસોડાં ની ’લાઇફ લાઇન ’ ગણાતાં શાકભાજીનાં ઉંચા ભાવ પરડવા મુશ્કેલ બન્યાં છે. મોટાં પરીવાર માટે તો દોહ્યલી સ્થિતિ સર્જાઇ છે.એક સમયે સિતેર કે સો રુપિયા માં થેલી ભરીને શાક આવતું.આજે પરિસ્થિતિ વિકટ બની છે. હાલનાં સંજોગો માં નવાં શાકભાજીની આવક ધીમી ગતીએ શરૂ થતાં આસમાને પંહોચેલા ભાવ માં થોડો ફરક પડયો છે.
આ વર્ષનું ચોમાસું ભરપુર રહ્યું છે. જ્યાં સિઝનમાં સરેરાશ પચ્ચીસથી પાત્રીસ ઇંચ વરસાદ પડતો ત્યાં એંસી થી પિંચાસી કે નેવુ ઇંચ વરસાદ વરસ્યો હોય મગફળી સહીત શાકભાજી નાં વાવેતર નું ભારે ધોવાણ થયું છે.શરુઆત માં પડેલો વરસાદ ખેડૂતો માટે ખુશી ની લહેર સમો હતો.પણ પછી મેઘરાજા એ એવી તો પરોણાગત કરી કે ખેડૂતો હેરાનપરેશાન બની ગયાં. મગફળી નો સોથ બોલી ગયો તો શાકભાજી નું વાવેતર પણ અતિવૃષ્ટિ માં નિષ્ફળ ગયું. વરસાદે જબરું ધોવાણ કર્યુ.જેનાં ફલસ્વરૂપે બચેલું વાવેતર આજે મોંઘુ દાટ બન્યું છે. ચોમાસા પછીનું એટલેકે મહીના પહેલાંનાં વાવેતર ની આવક શરું થવાં પામી છે. પરંતુ મંદગતી હોય દિવાળીનાં તહેવારોમાં શાકભાજીનાં ભાવ નીચાં આવે તેવી કોઈ શકયતાં નથી.
દિવાળી બાદ ભાવનું લેવલ બંધાશે: સુત્રો
શિયાળામાં બેશક આસમાને ગયેલાં ભાવ નીચા આવશે એટલે શાકભાજી સસ્તું થશે દિવાળી બાદ ભાવનું લેવલ બંધાય તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. શાકભાજીનાં વાવેતર માં ભારે ગરમી કે વરસાદ પાક ને નુકશાન પંહોચાડતા હોય છે.ત્યારે શિયાળામાં ઠંડક અનુકુળ હોય વિપુલ ઉત્પાદન વચ્ચે શાકભાજી માર્કેટો ને છલકાવી દેશે અને સસ્તું બનશે.હાલ દાળ,શાક માં અનિવાર્ય ગણાતાં ટમેટાં ની નવી લોકલ આવક નથી. ત્યારે નાશીક કે બેંગલોર થી આવતાં ટમેટાં ખરીદનાર ને મોંઘા પડી રહ્યા છે.અન્ય શાકભાજી ની પણ આ પરિસ્થિતિ છે.ત્યાંરે તહેવારો માં ઉંધીયા સહીત ની વાનગીઓ મોંઘી સાબીત થશે તે હકીકત છે.