શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. અમદાવાદ , સુરત, રાજકોટ, વડોદરામાં પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. તો બીજા શાકભાજીના ભાવમાં પણ ખુબ વધી રહ્યા છે. ડુંગળી સામાન્ય ભાવથી બમણા ભાવે વેચાય છે.કોથમીર-મરચાંના ભાવ પૂછવા જેવા જ નથી. ટામેટાના ભાવ પણ મધ્યમવર્ગને લાલઘૂમ કરી મૂકે તેવા છે.
રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભડકો થતા સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય રીતે જે શાકભાજી માટે રોજના 100 રૂા. ખર્ચાતા હતા તેના માટે હવે 200થી 250 રૂા. ફાળવવા પડી રહ્યા છે. કોથમીર-મરચા અને ડુંગળીના ભાવ એટલા થઈ ગયા છે કે લોકો સલાડ ખાવાનું છોડી દે.