વેપારી બન્યા લુંટારૂ : રાતોરાત શાકભાજી મોંધુ

શાકભાજી મોંધા થતાં મઘ્યમ વર્ગની હાલત કફોડી: તંત્ર પગલા ભરે

આદુ, લીંબુ, કોથમીર, મેથી અને બટેટા સહિતના શાકભાજીમાં ભાવો બમણાં

કોરોના વાઇરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. પી.એમ. મોદીજીની કેન્દ્ર સરકાર દ્વારા વેશ્ર્વિક મહામારી સામે ભારતની જનતાને સુરક્ષિત કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા અસરકારક પગલાઓની વિશ્ર્વ સમાજ નોંધ લઇ રહ્યું છે. સંક્રમણની સ્થિતિને ફેલાતી અટકાવવા સ્વયંભુ જનતા કફર્યુને સૌરાષ્ટ્ર સહિત સગમ્ર દેશે વધાવી સમર્થન આપ્યું હતું. હાલ વાઇરસની પરિસ્થિતિ જોતા આગામી ૩૧મી માર્ચ સુધી ગુજરાતમાં લોકડાઉન જેવી સ્થિતિ અમલી બની છે. જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓમાં માત્ર દૂધ, શાકભાજી, રાશન અને મેડીકલ સુવિધાઓ જ ઉપલબ્ધ થશે.

1.monday 2 1

કટોકટીની આવી પરિસ્થિતિમાં જાહેર જનતા સહિત વેપારીઓ, ઉદ્યોગકારો અને ધંધાર્થીઓ મિત્રોને તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપે તેવી અપીલ કરાય છે. વાઇરસના ફેલાવાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. લોકો જાતે જ ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે અને રાશન સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા લાગ્યા છે. ત્યારે આવી સંકટની પરિસ્થિતિનો કેટલાક લુટારૂ વેપારીઓ લોકડાઉનનો ગેરલાભ લઇ રહ્યા છે. સેનિટાઇઝર અને માસ્કની બેફામ ખરીદી થતા કાળા બજારીઓ ફાવી ગયા હતા. હાલ આવી જ પરિસ્થિતિ શાકભાજીના ભાવોમાં જોવા મળી  રહી છે. કેટલાંક લાલચુ બકાલીઓએ એકા એક શાકભાજીમાં ભાવ વધારો કરી દીધો છે. સસ્તુ શાકભાજી રાતોરાત મોંધુ થઇ ગયું છે. આદુ, લીંબુ, કોથમીર, મેથી, ચોળી, કાકડી, અને બટેટા સહિતના શાકભાજીમાં તોતીંગ વધારો કરી દીધો. રાજકોટ શહેરની શેરી ગલીઓ અને નાકાઓ ઉપર બેસીને શાક વેચનાર કાછિયાઓ લુટારૂ જેવા લાગે છે. લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા વેપારીઓ ઉપર સરકારે તાત્કાલીક કડક પગલા લેવા જોઇએ  માસ્ક અને સેનેરાઇટઝરની જેમ શાકભાજીમાં પણ કાળા બજારી અટકાવવી આવશ્યક છે.  મહામારીના સક્રમળ વચ્ચે રાજકોટમા શાકભાજી રાતોરાત મોધું બનતા મઘ્યમવર્ગના લોકોની હાલત વધુ કફોડી બને એ પહેલા તંત્રએ પગલા લેવા પડશે. મહામારી પહેલા મોંધવારી સામાન્ય જનતાનો ભોગ લે એ પહેલા યોગ્ય પગલા લેવા જરૂરી બન્યા છે.

યાર્ડ રાબેતા મુજબ ચાલુ, ભાવમાં કોઇ વધારો નથી: ડી.કે. સખિયા

99 1

આ મામલે વધુ અહેવાલ પ્રાપ્ત કરવા ટીમ ‘અબતક’રાજકોટ માર્કેટ યાર્ડની મુલાકાતે પહોંચી હતી. શહેરમાં શાકભાજીના ભાવ વધારા અંગે માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગઇકાલ એક દિવસ પૂરતું જનતા કફર્યુના સમર્થનમાં યાર્ડ બંધ રખાયું હતું. આજે માર્કેટ રાબેતા મુજબ ચાલુ છે હાલ શાકભાજીના ભાવમાં કોઇ જ વધારો નથી આવક પૂરતા પ્રમાણમાં છે એટલે જુના ભાવ મુજબ જ શાકભાજી વેચાઇ રહ્યું છે. સરકાર તરફથી કોઇ નવી સૂચના નહી આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.