છેલ્લા કેટલાક દિવસોથી
સતત શાકભાજીના ભાવમાં વધારો નોધવામાં આવ્યો છે તેવામાં ભારે વરસાદના કારણે ફરી એક વખત
શાકભાજીના ભાવમાં નોધનીય વધારો જોવા મળ્યો છે ટ્રાન્સપોર્ટ ના થવાના કારણે શાકભાજીના
ભાવમાં ઉછાળો સામે આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળ તાંડવ જેવી સ્થિતિ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ કેટલાક શાકભાજી વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ ન થવાથી શાકભાજીના ભાવમાં એક જ દિવસમાં 30થી 35%નો વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાંથી શાકભાજીના કેટલાક ટ્રકો અમદાવાદ સુધી પહોંચી શક્યા નથી.
શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો ટામેટા 35થી 40 રૂપિયા, ફ્લાવર 14થી 19 રૂપિયા, કોબીજ 28થી 30 રૂપિયા, કોથમીર 100થી 120 રૂપિયા, ગવાર 32થી 35 રૂપિયા, લીંબુ 32થી 37 રૂપિયા, આદુ 140થી 150 રૂપિયા, કંકોડા 65થી 75 રૂપિયા, ભીંડા 25થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હોલસેલ માર્કેટમાં મળી રહ્યા છે.