વધુ તાપમાનના કારણે સૌરાષ્ટ્રભરમાંથી આવક બંધ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ભાવ ખૂબજ વધતા નોંધાયા છે. સૌરાષ્ટ્ર સહિત જરાતભરમાં વધતા જતા તાપમાનને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. તે વધુ તાપમાનને કારણે સૌરાષ્ટ્રમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. પણ ગુજરાતની આવક હજુ યથાયત છે. જોકે ગુવાર, ભીંડો, રીંગણા, મરચા, લીંબુ, ઘુસોડા, ચોરા જેવા શાકભાજીનાં વધારી નોંધાયો છે. જેમાં ગૂવારનો ભાવ ૫૦ થી ૬૦ રૂપીયા ભીંડો, ૫૦ થી ૬૦ લીંબુ ૬૦ થી ૭૦ રૂપીયા, મરચા ૩૦ થી ૪૦, ઘીસોડા ૩૦ થી ૩૫, ચોરા, ૪૦ થી ૫૦ બટેટામાં ૧૫૦ થી ૨૦૦, ડુંગળી, ૧૫૦ થી ૨૦૦ રૂપીયાનાં ભાવ ચાલી રહ્યા છે.
રોજગારીને અસર: શારદાબેન વેપારી મૂળ રાજકોટના શાકભાજી વહેચતા શારદાબેને જણાવ્યું હતુ કે ગવાર, ભીંડી, મરચા, લીંબુ, રીંગણ જેવા શાકભાજીના વધતા ભાવને કારણે ઘણીવાર શાકભાજી ન વેચાતા લોકોને ઉઘડું પણ આપી દેવું પડતુ હોય છે. વધતા ભાવને કારણે તેમનું રોજગાર પણ ચાલતુ નથી ગ્રાહકો શાકભાજી સસ્તુ માંગો છે પણ મોઘા ભાવ હોવાથી પોસાતુ પણ નથી.આવકમાં ઘટાડો: રસીકભાઈએ જણાવ્યુંં હતુ કે શાકભાજીની આવકમાં ૫૦% જેટલો ઘટાડો નોંધાયો છે. શાકભાજી રાજકોટના ૮ કિલોમીટરના એરીયામાંથી આવે છે. શાકભાજીની આવકમાં ૬૦ થી ૭૦ કપાત થતા ડુંગળીનો ભાવ ૧૦૦થી ૧૬૦ છે. બટેટા ૧૦૦ થી ૧૫૦ રૂપીયા છે. ગુવાર ૫૦ થી ૬૦, ભીંડો પણ ૫૦ થી ૬૦ એ પહોચ્યો છે. લીંબુ ૬૦થી ૭૦ રૂપીયા, મરચા ૩૦ થી ૪૦ રૂપીયા, ઘિસોડા ૩૦ થી ૩૫ રૂપીયા, ચોરા ૪૦ થી ૫૦ રૂપીયાના ભાવે છે. તેથી ગ્રાહકો અને વેપારીઓની મુશ્કેલીઓ પણ વધી છે.
બટાકાના ભાવ વધુ: ધર્મેન્દ્રભાઈ પારેખે કહ્યું હતુ કે બટેટાના ભાવ ૧૫૦ થી ૧૬૦ પોખરાજ છે. , ૧૮૦ થી ૨૦૦ બાદશાહ બટેટાના ભાવ છે. ડુંગળી ૧૫૦ થી ૨૦૦ રૂપીયાએ પહોચી છે. તો હાલ ડુંગળીનો સ્ટોક રાખવામાં આવે છે. બટેટામાં ડિસા અને મીજાપૂરમાંથી લોકો વધારે પડતા ડિસાના બટેટાની ખરીદી કરતા હોય છે. આવી મોંઘવારીમાં માલના પૈસા પણ માંડ માંડ થાય છે.