આવક ઘટતાં માંગમાં પણ ઘટાડો
નવો ફાલ તૈયાર નહિ થાય ત્યાં સુધી ભાવોમાં ઉછાળો રહેશે
અઠવાડિયા પૂર્વ સમગ્ર રાજયમાં પડેલા અતિભારે વરસાદને પગલે પ્રથમ તો રસ્તાઓ નદીમાં ફેરવાતા પરિવહન ખોરવાયા બાદ ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થવા પામ્યો છે ત્યારે જીવન જરૂરિયાત વસ્તુ શાકભાજી પણ સંપૂર્ણ જમીન દોસ્ત થતાં તમામ માકેટીંગ યાર્ડોમાં શાકભાજીની આવક ખુબ ઘટી પામ છે. જેના લીધે શાકભાજીના ભાવો હાલ બમણાં થયા છે. અને હજુ જયાં સુધી શાકભાજીનો નવો ફાલ નહી આવે ત્યાં સુધી એટલે કે એકાદ મહિનો હજુ શાકભાજીના ભાવો બમણા રહેવાની પુરી શકયતા છે.
ભારે વરસાદને પગલે અને વાવાઝોડાની પરિસ્થિતિએ બધુ શાકભાજી નષ્ટ થતાં છેલ્લા પંદરેક દિવસથી શાકભાજીના ભાવો બેથી ત્રણ ગણાં થયાં છે. મરચા, ટમેટા, બટેટા, રીંગણા, ગુવાર ભીંડો, કોબીજ, ફલાવર, તુરીયાં વગેરેના ભાવોમાં મોટો ઉછાળો આવ્યો છે. મરચા રીંગણા સહિતનું શાક આશરે રૂ.૧૦૦ પ્રતિકિલો, ટમેટાં, ગુવાર, કોબીજ, ફલાવર, ભીંડો સહિતનુ શાક આશરે ૮૦ પ્રતિ કિલો લોકલ માકેટમાં વેચાઇ રહ્યુ છે.
શાકભાજીના હાલ બમણાંથી વધુ ભાવો હોય ગ્રહિણીઓનું બજેટ ખોરવાયું છે. આવક ઘટતાં અને મોંઘાદાટ ભાવથી શાકભાજીથી માંગ પણ ઘટી છે. અત્યારે મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજય માંથી શાકભાજીની આયાત કરવામાં આવે છે. હાલ શાકભાજીના ભાવો બમણા છે અને હજુ પણ એકાદ મહિનો આ જ ભાવ રહે તેવી શકયતાઓ રહેલી છે. જયાં સુધી નવુ શાકભાજી ખેતરોમાં નહિ ઉગે અને યાર્ડમાં નહિ આવે ત્યાં સુધી આ ભાવોનો ઉછાળો યથાવત શકયતા છે.