શેરડીના રસના ચીચોડાવાળાઓને ત્યાં ચેકિંગ: ૧૬૦ કાચના ગ્લાસ જપ્ત: ૨૦ વેપારીઓને નોટિસ
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા ભેંસના શુદ્ધ ઘીના નામે વેંચાતા ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સાબિત થતા ઘીનો નમુનો ફેઈલ થયો છે. જયારે આયોડાઈઝ સોલ્ટ અને હિંગનો નમુનો પણ મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા સટાબજાર પાસે ભીડભંજન શેરી નં.૮માં પરેશભાઈ મુળીયા નામના વ્યકિત દ્વારા ભેંસનું ઘી વહેંચવામાં આવે છે તેનો નમુનો લેવામાં આવ્યો છે. શુદ્ધ ઘીના નામે વેંચાતા ભેંસના ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ સાબિત થતા નમુનો ફેઈલ થયો છે. આ ઉપરાંત રાહનગર રોડ પર મોહિતભાઈ રાજાણીના જી.ટી.સોલ્ટ સપ્લાયરમાંથી અંકુશ આયોડાઈઝ સોલ્ટ અને રૈયા રોડ પર ખોડિયાર મસાલા માર્કેટમાં શિવાંગભાઈ પોપટને ત્યાંથી સાંઈરામ કમ્પાઉન્ડ એસસો ફેટીડા (હિંગ)નો નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો જે બંને નમુના મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે.
આરોગ્ય શાખા દ્વારા આજે ૮૦ ફુટ રોડ, સોરઠીયા વાડી વિસ્તાર, કેવડાવાડી મેઈન રોડ, યાજ્ઞિક રોડ, જામનગર રોડ, જંકશન પ્લોટ મેઈન રોડ, મોચી બજાર, જયુબેલી માર્કેટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં શેરડીના રસના ચીચોડાવાળાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૬૦ કાચના ગ્લાસ નાશ કરવામાં આવ્યા હતા. એકપણ વેપારી પાસે ફુડ લાયસન્સ ન હોય તમામને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોટેચા ચોકમાં શ્રીહરી નમકીનમાંથી લીલી ચટણી તથા સમોસાના માવાનું સેમ્પલ લેવામાં આવ્યું છે. ઉત્પાદન કેન્દ્રમાં અનહાઈજેનીક કંડીશન, બિનજ‚રી સામાન, મેડિકલ સર્ટીફીકેટ ન હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,