પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જે એમ ભરવાડ સાહેબ જેતપુર વિભાગ તથા સી.પી.આઇ કે.આર.રાવત સાહેબ નાઓની પ્રોહી-જુગાર કેશો શોધી દારુ જુગાર પ્રવુતી સદંતર નાબુત કરવા સુચના આપેલ જે સુચન આધારે વિરપુર પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.એલ.ગોયલ સા નાઓને મળેલ બાતમીના આધારે પો.સબ.ઈન્સ આર.એલ.ગોયલ સા. પો.હેડ કોન્સ. મનેશભાઇ પરમાર તથા પો.હેડ.કોન્સ ભોળાભાઇ ગોહેલ તથા પો.કોન્સ. જયેશભાઈ ચાવડા તથા પો.કોન્સ અશ્વીનસીહ જાડેજા તથા ડ્રા.પો.કોન્સ.અરવિંદસિંહ એમ બધા જેપુર ગામ નદિ કાઠા વિસ્તારમાંથી રેડ કરી દેશી દારુની ભઠ્ઠી પકડી પાડી.
દેશી દારુ બનાવવાનો ગરમ તથા ઠંડો આથો લીટર ૩૦૦ તથા તૈયાર દેશી દારુ લીટર ૫૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે જેમા આરોપી દીપક કેશુભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉવ.૨૧ ધંધો.મજુરી રહે. જેપુર ગામની સીમ સાપરવાડી ડેમના કાઠે તા.જેતપુર વાળાઓ વિરુધ્ધ વિરપુર પોલીસ સ્ટેશને ગુન્હો રજી. કરાવેલ છે.
ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.એલ.ગોયલ સા. તથા પો.હેડ કોન્સ. મનેશભાઇ પરમાર તથા પો.હેડ.કોન્સ ભોળાભાઇ ગોહેલ તથા પો.કોન્સ. જયેશભાઈ ચાવડા તથા પો.કોન્સ અશ્વીનસીહ જાડેજા તથા ડ્રા.પો.કોન્સ.અરવિંદસિં વિગેરે રોકાયેલા હતા.