23મી માર્ચ શહીદ દિને
સાંઇરામ, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, બોલીવુડ એક્ટર પ્રતિક ગાંધી દેશભક્તિ ગીતો સાથે અભિનય ઇવેન્ટ સેન્ટર પાલડી અમદાવાદ ખાતે કરશે રજૂ
23મી માર્ચ એટલે ક્રાંતિકારી વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો શહીદ દિવસ. આજથી 12 વર્ષ પહેલા 1931ની 23મી માર્ચે અંગ્રેજોએ આ ત્રણ યુવાન દેશભક્તોને ફાંસી આપી હતી.
છેલ્લા ચૌદ વર્ષથી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા શહીદ દિનની અનોખી ઉજવણીની શરૂઆત બકરાણા- સાણંદ ખાતે થઇ. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો આજ સુધી જોડાયા છે. આગામી 23મી માર્ચ ‘વીરાંજલિ’ ગીત- સંગીત અને અભિનયથી સજ્જ ક્રાંતિગાથાનું આયોજન ઇવેન્ટર સેન્ટ પાલડી અમદાવાદ ખાતે વીરાંજિલ સમિતિએ કર્યુ છે.
જેમાં કલાકારો સાંઇરામ દવે, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી બોલીવુડ એકટર પ્રતિક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ તેમજ ભક્તિ રાઠોડ દેશભક્તિ ગીતો સાથે અભિયનના ઓજસ પાથરશે. સમગ્ર કાર્યક્રમની સ્ક્રીપ્ટ તથા દેશભક્તિના નવા ગીતો સાંઇરામ દવેએ લખ્યા છે. રાહુલ મુંજારીયાએ સંગીત પીરસ્યુ છે. તેમજ વિરલ રાચ્છે દિગ્દર્શન તથા અંકુર પઠાણની કોરિયોગ્રાફી છે. સમગ્ર કોન્સેપ્ટ અમિત દવે દ્વારા તૈયાર થયો છે. આ કાર્યક્રમ તદ્દન નિ:શુલ્ક છે. 1800 121 0000 11 ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી તમને પાસ મળી શકે છે.
અત્રે નોંધનીય છે કે ગત વર્ષે ‘વીરાંજલિ’ના મલ્ટીમીડીયા શોનું આયોજન થયેલુ. જેના સમગ્ર ગુજરાતમાં સત્તર જેટલા પ્રયોગો થયા તથા સાત લાખથી વધુ લોકોએ તેને માણ્યો. વીરાંજલિનો જન્મ નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમના એન્યુલ ફંકશન ‘કોર્ટ ઓફ માર્ટયર’માંથી થયેલો છે.
દેશભક્તિના સંસ્કારો નવી પેઢીમાં ઉજાગર થાય એવા ઉમદા હેતુથી આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવે છે. તો રાષ્ટ્રભક્તિનો દિલધડક રોમાંચ ઉભો કરતો ‘વીરાંજલિ’ કાર્યક્રમ માણવા માટે વીરાંજલિ સમીતી વતી પ્રદિપસિંહ વાઘેલા, દર્શક ઠાકર, અમિત દવે તથા સાથી મિત્રોએ યુવાનોને અનુરોધ કરેલ છે.