ઉના-ગીર ગઢડા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત છે. ત્યારે ઉના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વીરાભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે લાખીબેન લખનોત્રાની નિમણુંક કરાઈ છે.
કુલ ૨૬માંથી ભાજપની ૧૫ અને ૧ કોંગ્રેસના સદસ્યએ ટેકો આપતા ૧૬ સીટ અને કોંગ્રેસ ૧૩ ઘટીને ૧૨ સીટ મેળવી હતી. ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન દોમડીયા અને ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ કીડેચા ચૂંટાઈ આવ્યા હતા કુલ ૧૮ સદસ્યોમાંથી ગીતાબેનને ૧૦ સભ્યોનો સહયોગ અને સામા પક્ષે સંગીતાબેન માકાણીને ૭ સભ્યોનો સહયોગ મળ્યો હતો. અપક્ષના એક સભ્ય તટસ્થ રહ્યા હતા અને કોઈને મત આપ્યો ન હતો.