કોરોનાથી સલામતિ માટે અમેરીકાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહિતનાએ પ્રાર્થના કરી
પ્રાર્થના સેવાના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે, એક હિન્દુ પૂજારીએ વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરીને કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યૂ જર્સીના BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ધાર્મિક લીડર્સે પ્રાર્થના કરી હતી.
ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી સંભવત: આ પહેલી વાર છે કે જ્યારે વ્હાઇટ હાઉસ ખાતે પ્રાર્થનાઓ વાંચી હતી. રોબિન્સવિલેમાં BAPS મંદિર ભારતની બહાર સ્વામિનારાયણના સૌથી મોટા મંદિરોમાંનું એક છે.
બ્રહ્મભટ્ટે રોઝ ગાર્ડનના પોડિયમ પરથી કહ્યું કે, કોવિડ-૧૯ના રોગચાળા વચ્ચે, લોકો ચિંતા કરે અને શાંતિમાં ન રહી શકે, તે અસામાન્ય વાત નથી. શાંતિ પ્રાર્થના એવી પ્રાર્થના છે જે દુન્યવી સંપત્તિ, સફળતા અને ખ્યાતિ નથી શોધતી. તે સ્વર્ગની કોઈ ઇચ્છા માટેની પ્રાર્થના પણ નથી. “તે શાંતિ માટેની એક સુંદર હિન્દુ પ્રાર્થના છે. તે યજુર્વેદમાંથી લેવામાં આવેલી વૈદિક પ્રાર્થના છે,” તેમણે સંસ્કૃતમાં પ્રાર્થના કરતા પહેલા કહ્યું. ત્યારબાદ, તેમણે તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું.
“પ્રાર્થના આકાશમાં પરિવર્તિત થાય છે તે શાંતિ છે. આકાશ અને પૃથ્વી પર શાંતિ રહે. પાણી પર શાંતિ રહે. વનસ્પતિઓ અને વૃક્ષો પર શાંતિ રહે. બધા પાકમાં શાંતિ રહે. બ્રહ્મા અને બધા પર શાંતિ રહે. અને કદાચ આપણે તે શાંતિનો અહેસાસ કરીએ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ, “બ્રહ્મભટટે કહ્યું. ટ્રમ્પે બ્રહ્મભટ્ટનો આભાર માન્યો.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા એક ખૂબ જ ભયંકર રોગ સામે યુદ્ધમાં વ્યસ્ત છે. ફર્સ્ટ લેડી મેલેનિયાએ મહામારીમાં જીવ ગુમાવનારના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
અમેરિકાને પ્રાર્થનાનું રાષ્ટ્ર ગણાવતાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું કે અમેરિકન લોકો લાંબા સમયથી પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ કરે છે. ૧૮૬૩માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને અમેરિકનોને પ્રાર્થના કરવા વિનંતી કરી કે જેથી તેમના શબ્દોમાં, રાષ્ટ્રનું સંયુક્ત રુદન સંભળાય અને આશીર્વાદ સાથે જવાબ આપવામાં આવે અને ૧૯૫૨થી, દરેક રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય પ્રાર્થના દિવસના સન્માનમાં એક ઘોષણા જારી કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
પેન્સે વધુ ઉમેરતા કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોઝ ગાર્ડનમાં અહીં તે પરંપરા ચાલુ રાખી છે. અને જેમ આપણે અહીં ભેગા થઈએ છીએ, હું જાણું છું કે આપણે બધા અનુભવીએ છીએ કે આ સમય દરમિયાન આ વર્ષે આમ કરવું તે ખાસ કરીને યોગ્ય છે. અમેરિકાના હજારો કુટુંબો અને લાખો લોકો મુશ્કેલીમાં છે, હવે આપણે સમય કાઢીને અમેરિકા માટે પ્રાર્થના કરીએ તે સૌથી મહત્ત્વનું છે.