જેમાં અંકના સ્થાને વેદમાં દર્શાવાયેલી સંસ્કૃત નામાવલી છે, અને પ્રત્યેક નામના અર્થનું વર્ણન ખરેખર જાણવા જેવું છે
ભારતીય વેદ પરંપરાને ઉજાગર કરતી એક સુંદર ‘વૈદિક ઘડિયાળ’ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. જેમાં વેદ અને સંસ્કૃતિમાં વર્ણિત શબ્દો ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવે છે. આ વૈદિક ઘડિયાળમાં અંકના સ્થાને વેદમાં ઘડિયાળમાં અંકના સ્થાને વેદમાં દર્શાવાયેલી સંસ્કૃીત નામાવલી છે, જેના પ્રત્યેક નામના અર્થનું વર્ણન ખરેખર જાણવા જેવુ છે.
બાળકોને વેદ પરંપરાની સમજણ આપવાનો આ એક નાનકડો પ્રયાસ ખરેખર ઉમદા છે. આજે બાળકો પાશ્ર્ચાત્ય તેમજ ડિજિટલ જગત સાથે વધારે સંકળાયેલા છે, ત્યારે આ “વૈદિક ઘડિયાળમાં વર્ણિત ૧૨ નામો દ્વારા બાળકો સહિત દરેકને વેદ પરંપરા સાથે સંકળાવાનો તથા જાણવાનો મોકો મળશે. ઘડિયાળમાં દર્શાવાયેલા ૧થી ૧૨ અંક પૈકી પ્રત્યેક નામના અર્થ પણ અહીં પ્રસ્તૃત છે.
૧:૦૦ વાગ્યાના સ્થાન પર બ્રહ્મ લખેલું છે જેનો અર્થ થાય છે; બ્રહ્મ એક જ છે બે નથી.
૨:૦૦ વાગ્યાના સ્થાને અશ્ર્વિનો લખેલું છે તેનો અર્થ થાય કે;અશ્વિની કુમારો બે છે
૩:૦૦ વાગ્યાના સ્થાને ત્રિયુણા લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: સત્વ રજસ્ અને તમસ્
૪:૦૦ વાગ્યાના સ્થાન ચતુવેદ લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે; ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ
૫:૦૦ વાગ્યાના સ્થાને પંચપ્રાણ લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન
૬:૦૦ વાગ્યાના સ્થાને લખેલું છે ષડ્રસા એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે:મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો
૭:૦૦ વાગ્યાના સ્થાને લખેલું છે સપ્તવર્ષીય તેનો અર્થ થાય સાત ઋષિ છે: કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ
૮:૦૦ વાગ્યાના સ્થાને લખેલું છે અષ્ટસિધ્ધિ જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે; અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ
૯:૦૦ વાગ્યાના સ્થાને લખેલું છે નવદ્રવ્યાણી જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે; પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ
૧૦:૦૦ વાગ્યના સ્થાને લખેલું છે દશદિન જેનો અર્થ થાય દશ દિશાઓ; પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ
૧૧:૦૦ ના સ્થાને લખેલું છે રૂદ્રાજેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ
૧૨:૦૦ વાગ્યાના સ્થાને લખેલું છે. આદિત્યા: જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ; અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ આ પ્રમાણે દરેક નામોના અર્થ છે.