વેદાંતા ગ્રૂપ તેના મહત્વાકાંક્ષી સેમિક્ધડક્ટર પ્રોજેક્ટ્સ ગુજરાતમાં એક્ઝિક્યુટ કરવા માટે જાપાનીઝ પાર્ટનર્સ સાથે જોડાવા માંગે છે. કંપનીએ મંગળવારે આ મામલે જાહેરાત કરી હતી.
વેદાંતાને ગુજરાત સરકાર દ્વારા જાપાનમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડશોમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. વેદાંતાના સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ફેબ બિઝનેસના વૈશ્વિક એમડી, આકાશ હેબ્બરે જણાવ્યું હતું કે, ભારતમાં ઈલેક્ટ્રોનિક્સની માંગ મેક ઇન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને 100 સ્માર્ટ સિટીઝ મિશન જેવી ભારત સરકારની પહેલોથી વધી છે, જેનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે બજારની વિશાળ તક રજૂ કરે છે.
કંપનીને જાપાનમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શોમાં જોડાવા માટે સરકારે આમંત્રણ આપ્યું
તેમણે ધોલેરામાં સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ફેબ્સ સ્થાપવાની વેદાંતાની મહત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા આપી અને રાજ્યમાં દેશનું પ્રથમ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે વેદાંતા સાથે ભાગીદારી કરવા જાપાની કંપનીઓને આમંત્રણ આપ્યું. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે હબમાં સેંકડો એસએમઇને આકર્ષવાની અને એક લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે.
આ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબમાં આવવા અને રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે 80-બિલિયન ડોલરની તક છે અને વેદાંત ભારતમાં રોકાણ કરવામાં રસ ધરાવતી જાપાનીઝ કંપનીઓ માટે એન્કર હશે, તેમણે ઉમેર્યું.