એસ્સાર સ્ટીલ અતિઆધુનિક ફ્લેટ સ્ટીલનું ઉત્પાદન કરે છે તેમજ ગુજરાતમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે
કંપનીની ઉત્પાદન ક્ષમતા વર્ષે ૯૬ લાખ ટન
નાદાર એસ્સાર સ્ટીલને ખરીદવાની દોડમાં સોમવારે વેદાંત અને JSW સ્ટીલે પણ ઝંપલાવ્યું છે. અનિલ અગરવાલની વેદાંત રિસોર્સિસે એસ્સાર માટેના બિડિંગની દોડમાં ’સરપ્રાઇઝ એન્ટ્રી’ કરી હતી. રશિયન બેન્ક VTBએ એસ્સાર સ્ટીલને ખરીદવાની શક્યતા મજબૂત કરવા JSW સ્ટીલ સાથે હાથ મિલાવ્યા છે.
વેદાંત હવે એસ્સાર સ્ટીલનો અંકુશ મેળવવા આર્સેલર મિત્તલ અને ન્યુમેટલ-JSW કોન્સોર્ટિયમ સાથે સ્પર્ધા કરશે. JSWએ રેવાંત રુઈયાનું સ્થાન લીધું છે. ઉલ્લેખનીય છે કે, ન્યુમેટલ કોન્સોર્ટિયમમાં રેવાંત રુઈયાની હાજરી સામે બેન્કો અને વકીલોએ વાંધો લીધો હતો. ગયા સપ્તાહે લેણદારોની સમતિએ ન્યુમેટલ અને આર્સેલરની બિડને ગેરલાયક ઠેરવી ઇરાદાપત્ર સુપરત કરનારા તમામ પક્ષો પાસેથી નવેસરથી બિડ મંગાવી હતી.
ન્યુમેટલમાં રશિયાની બીજા નંબરની બેન્ક વીટીબી ગ્રૂપ અને જેએસડબલ્યુ સાથે મળીને બિડ કરી હતી. જ્યારે પ્રથમ બિડમાં નિષ્ફળ જનાર આર્સેલરમિત્તલ ઉત્તમ ગાલ્વાનો સંપૂર્ણ હિસ્સો વેચીને ફરીથી એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા માટે બિડ કરી હતી. બિડિંગ પ્રક્રિયામાં વેદાંતે અચાનક એન્ટ્રી સાથે આશ્ચર્ય સર્જ્યું છે. ઇલેક્ટ્રોસ્ટીલને અગાઉ આ ગ્રૂપ હસ્તગત બિડ કરીને હસ્તગત કરી ચૂક્યું છે.
એસ્સાર સ્ટીલ માટેની બિડ અંગે અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા માટે અત્યંત સ્પર્ધાત્મક અને આકર્ષક બિડ મૂકી છે. આ એક મોટી તક છે અને અમે તે ઝડપી લેવા સક્રિય છીએ. એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા અગાઉ છ જૂથ દ્વારા બિડ મૂકવામાં આવી હતી, જેની દેવાની સ્થિતિ રૂ ૫૧,૮૦૦ કરોડની ગણવામાં આવે છે.
સૂત્રોનું કહેવું હતું કે ટાટા સ્ટીલે ભૂષણ સ્ટીલને હસ્તગત કરવાની સૌથી ઊંચી બિડ પછી જેએસડબલ્યુ એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા ઇચ્છે છે. હવે જોવાનું કે ન્યુમેટલ સાથેના સહયોગમાં ગ્રૂપ કેટલું સફળ થાય છે. ન્યુમેટલ પ્રથમ બિડમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે અમદાવાદસ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં ફરીથી સપર્ક કર્યો છે જે બિડ ૪ એપ્રિલ પહેલાં ખૂલશે નહીં. જ્યારે આર્સેલરમિત્તલે સુધારિત બિડ અંગે જણાવ્યું હતું કે, તેણે નિપ્પોન સ્ટીલ અને સુમિમોટો મેટલ કોર્પોરેશન સાથે મળીને નવી બિડ કરી હતી. નિપ્પોન સ્ટીલ જાપાનની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની છે. જે વર્ષે ૫ કરોડ ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કરી રહી છે.
એસ્સાર સ્ટીલનું લગભગ રૂ ૫૦,૦૦૦ કરોડની દેવું ભેગું થતાં બેન્કો દ્વારા એનસીએલટીમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. એસ્સાર સ્ટીલ અતિઆધુનિક ફ્લેટ સ્ટીલનું ઉત્પાદન કરતી કંપની છે અને ગુજરાતમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વર્ષે ૯૬ લાખ ટનની રહી છે.
દરમિયાન ભૂષણ સ્ટીલને હસ્તગત કરવા માટે ટાટા સ્ટીલે રૂ ૩૫,૨૦૦ કરોડ રોકડ અને બાકીના રૂ ૨૭,૦૦૦ કરોડ દેવાને ઇક્વિટીમાં ફેરવવા માટે આપવાની ઓફર કરી હોવાનું કાઉન્સિલ ઓફ ધ કમિટી ઓફ ક્રેડિટર્સે (સીઓસી)એ એનએસીએલટીને જણાવ્યું હતું. ક્રેડિટર્સને ભુષણ સ્ટીલમાં ૧૨.૭ ટકાની ઇક્વિટી મળશે, જે સેબીની મંજૂરીને આધીન રહેશે એમ સિનિયર એડવોકેટ રવિ કદમે એનસીએલટીને જણાવ્યું હતું.
ટાટા સ્ટીલ રૂ ૩૫,૨૦૦ કરોડની અપફ્રન્ટ સાથે સૌથી ઊંચી બિડર રહી હોવાની માહિતી તેમણે આપી હતી. ભૂષણ સ્ટીલની કુલ ડેટ્સ રૂ ૫૭,૧૬૦ કરોડની છે.
વેદાંત હવે એસ્સાર સ્ટીલનો અંકુશ મેળવવા આર્સેલર મિત્તલ અને ન્યુમેટલ–JSW કોન્સોર્ટિયમ સાથે સ્પર્ધા કરશે: એસ્સાર સ્ટીલને હસ્તગત કરવા અગાઉ છ જૂથ દ્વારા બિડ મૂકવામાં આવી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,