વડોદરામાં એક અઠવાડિયા પહેલા જ એક ધાર્મિક કાર્યકર્મમાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી ત્યારે આજે ફરી એક વખત ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં ૨૨૫થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને તેમને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

9 1670127622

મળતી માહિતી મુજબ આ ઘટના વડોદરાના ભાયલીના પેટાપરા રાયપુરા ગામની છે જ્યાં લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયારના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમાં અંદાજીત ૩૦૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થઈ હતી. ત્યારે એક પછી એક મહેમાનોને પેટમાં દુઃખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવા લાગ્યા ત્યારબાદ તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

3 1670127575

 

લગ્નમાં મોડી સાજથી જમણવાર શરુ કરવામાં આવ્યો હતો. જેમાં દૂધમાંથી બનાવવામાં આવતા મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ચીજ વસ્તુઓ લોકો માટે પીરસવામાં આવી હતી. આ ચીજ વસ્તુઓ પર મેંગો ડિલાઈટ ખાવાના કારણે લોકોને અસર થઈ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

6 1670127592

225થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા બનવાની જાણ થતા આરોગ્ય અધિકારી, કલેકટર, મેડીકલ ઓફિસર સહીતન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અસરગ્રસ્તો માટે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

4 1670127583

પોરબંદરમાં પણ ૧૫ શ્રમિકોને ફૂડ પોઇઝનિંગની અસર

રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.