એક વખત રોકાણ કરી આજીવન માસીક વળતર આપવાની લાલચ આપી: કંપનીના માલીક ઉપર છેતરપિંડીનો ફોજદારી ગુન્હો દાખલ 

આજથી પાંચેક વર્ષ પહેલા વડિયા વિસ્તારના ૧૪૨ વ્યક્તિઓ ને લોભામણી જાહેરાત આપી કરોડોનું ફુલેકુ ફેરવનાર સુરતની વીન્ટેક કમ્પનીના માલિકો પર કાયદેશરનો વડિયા કોર્ટમાં ફોજદારી ગુન્હો નોંધી ચલાવવા હુકમ કરવામાં આવ્યો છે

સુરત ના પીતા પુત્રોએ વીન્ટેક નામની કંપની ખોલી એક વખત રોકાણ કરી આજીવન માસિક વળતર આપવાની સ્કીમ આપી અમરેલી જીલ્લા ના વડિયા તાલુકા મા ૧૪૨ લોકોને સ્કીમ મા ભોળવિ લાલચ આપી ૨ કરોડ ૫ લાખ ૩૬૮ રૂપિયા ની છેતરપીડીં કરતા વડિયા પોલીસ મા છેતરપિંડી નો ભોગ બનેલ લોકો એ અરજી આપી ફરીયાદ કરેલ હતી ફરીયાદ મા કંપની ના ડિરેક્ટર પીતા પુત્ર શહીત ૯ સક્સો સામે ફરીયાદ કરેલ હતી  આ અંગે મળતી વિગતો અનુસાર સુરતમાં રહેતાં જીગ્નેશ ઘનશ્યામ પાનસેરિયા અને ઘનશ્યામ વિરજીભાઈ પાનસેરિયા નામના પીતા પુત્રોએ વીન્ટેક( શોપી ) નામની કંપની ખોલી વડિયા તાલુકા ના આજુબાજુના ગામોમાં પાંચ વર્ષ પહેલા આવી પોતાની કંપની મા એકવાર રોકાણ કરી આજીવન માસિક વળતર આપવાની લોભામણી સ્કીમ આપી હતી અને પોતાની કંપની મા લોભામણી સ્કીમમાં લલચાવી વડિયા તથા જેતપુર સહીત ના ગામોમાં મીટીંગો યોજી પોતાની કંપની મા અંદાજે વડિયા સહિતના પંથક મા અનેક લોકો ની પાસે થિ નાણાં ઉઘરાવી રૂપિયા ૨ કરોડ ૫ લાખ જેટલી રકમ ઓળવિ જઈ છેતરપીંડી કર્તા વડિયા પોલીસ મા આ કંપની ના ડિરેક્ટર જીગ્નેશ પાનસેરિયા તથા તેમનાં પીતા ઘનશ્યામ ભાઇ વિરજીભાઈ પાનસેરિયા તેમજ તેમની કંપની ના માણસો જેઓ અવાર નવાર કંપની ના નામે નાણાં ઉઘરાવી જતા ૯ શકશો સામે વડિયા પોલિશ મા રવજીભાઈ જીવાભાઈ પાનસુરિયાએ આ કંપની ના ડિરેક્ટર સહીત ના માલિકો સામે અરજી આપતાં નવ સામે ફરીયાદ થઈ હતી

ઘણા લાંબા સમય થી ભોગબનનાર લોકો ન્યાય મેળવવા પ્રયત્નો કરતા હતા અને પોલીસ તપાસ ચાલુ હતી બાદમાં પોલિશ અહેવાલ આવેલુંકે આરોપીઓ એ કોઈ આવો ફોજદારી ગુન્હો કરેલ નથી પરંતુ વડિયા કોર્ટમાં એડવોકેટ મેહુલ એન.રાઠોડ દ્વારા ધારદાર રજૂઆતો તેમજ પુરાવાઓ રજૂ રાખી આખરે કોર્ટે આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ધારા મુજબ આરોપી સામે કેશ ચલાવવા હુકમ કરેલો છે અને ભોગબનનાર લોકો ને આશાની કિરણ દેખાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.