વિવિધ માંગણી સાથે આવેદન પત્ર પાઠવ્યું
ઉપલેટા તાલુકાના વી.સી.ઇ. કર્મચારીઓ છેલ્લા છ દિવસ થવા વિવિધ માંગણીઓ સાથે હડતાલ ઉપર જતા તાલુકાના પર ગામડાઓની પંચાયતની કામગીરી ઠપ્પ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કાગળો બાબતે ભારે મુશ્કેલી સર્જઇ રહી છે આ અંગે યોગ્ય કરવા લોકોની માંગ ઉઠેલ છે.
તાલુકાના વી.સી.ઇ. છેલ્લા આઠ વર્ષ થવા કમીશન ઉપર પોતાની કામગીરી કરી રહ્યા છે. નજીવા કમીશન સામે પંચાયતની વિવિધ કામગીરી ઉપરાંત જન્મ-મરણ દાખલા કાઢવા, લાઇટ બીલ સ્વીકારવા જાતિના દાખલા આવકના દાખલ સહીતની જવાબદારી વાળા કામગીરી સંભાળી રહ્યા છે. સતત કામગીરી સામે વેતન નજીવી ગણાય છે. ત્યારે આવી તાલુકાના વી.સી.ઇ. ભિંભા, રમેશભાઇ સુવા, પ્રવિણભાઇ વારગીગા, નિલેશભાઇ, ગોપાલ ભાઇ તેમજ અજયસિંહ વાળા, હેમતભાઇ સહીતના સભ્યોએ વી.સી.ઇ. કર્મચારીઓને ફિકસ પગારમાં લેવા બદલી પી.એફ. કંપની એકેટ મુજબ પગાર ધોરણ આપવા સહિતની માંગણી સાથેનું આવેદન પત્ર તાલુકા વિકાસ અધિકારી વ્યાસને આપેલ હતુ