નેક બાબતે યુનિવર્સિટી દ્વારા વધુ ઉદાસીનતા દાખવવામાં આવશે તો સૌરાષ્ટ્રભરના શિક્ષણના લોકોને સાથે રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક સંઘર્ષ સમિતિની રચના કરવાની ફરજ પડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ નેકનું ગ્રેડ છીનવાઈ જતાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેકનો એગ્રેડ પરત મેળવવા કોંગ્રી સેનેટ સભ્ય ડો.નિદત બારોટષ કુલપતિને સુચનો લેખીતમાં મોકલ્યા છે. યુનિવર્સિટીના તમામ કાર્યક્રમોમાં રાજ્યપાલથી શરૂ કરી કુલપતિ સુધી તમામ લોકો એવું ગૌરવ લેતા હતા કે આપણી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ એ-ગ્રેડ યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઈ.ક્યુ.એ.સી.ની રચના કરવામાં આવી. યુનિવર્સિટીના વહિવટી કર્મચારીઓને પણ આ સેલમાં કામ માટે રાખવામાં આવ્યા છે. નેકની મુદત પૂરી થાય તેના એક વર્ષ પહેલાની રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાની હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશો અને આઈ.ક્યુ.એ.સી. વહિવટી કામગીરીમાં નિષ્ફળ જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેક એ ગ્રેડનું સ્ટેટસ ગુમાવું પડ્યું છે.
ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોંગી સેનેટ સભ્ય ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, આઈક્યુએસીના સભ્યો પૈકીના બે થી ત્રણ અધ્યાપકોને જરૂર પડ્યે બેંગ્લોર ખાતે રૂબરૂ નિયામકને મળી પરીક્ષા આપતા વિધ્યાર્થી-વિધ્યાર્થિનીઓની માર્કશીટમાં નેકનો ગ્રેડ છાપવા માટે મંજૂરી મેળવે. તેમજ ફાર્મસી કાઉન્સીલ માટે મંજૂરી મેળવા ચોક્કસ કમીટી બનાવી જવાબદારી સોંપે અને ઝડપીથી કામ પૂરું થાય એવો આદેશ કર્યો છે. નેક એક્રિટશનનો આખરી રીપોર્ટ આપતા પહેલા ભવનના અધ્યાપકોની બઢતીની કાર્યવાહી પૂરી કરવામાં આવે. આઈકયુએસીની દર અઠવાડિયે એક બેઠક મળી કામગીરીનું મુલ્યાંકન કરે તેવા સુચનો કર્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને કુલપતિ શિક્ષણની ચિંતા કરે અને જો નેકને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વધુ ઉદાસીનતા દાખવવામાં આવશે તો ન છૂટકે સૌરાષ્ટ્રભરના શિક્ષણના લોકોને સાથે રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક સંઘર્ષ સમીતીની રચના કરવાની ફરજ પડશે તેમ નિદત બારોટે જણાવ્યું હતું.