રેનબસેરાનું સંચાલન, બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને સહાય, વિનામૂલ્યે મેડીકલ સાધનો, આપાતકાલીનમાં સેવા અને બહેનો માટે કોમ્પ્યુટર-બ્યુટીપાર્લર-ફેશન ડિઝાઈનીંગ જેવા વિનામૂલ્યે વર્ગો ચલાવાય છે
બાંધકામની સાઈટ ઉપર જ શ્રમિકોનાં સંતાનો માટે આંગણવાડીમાં શિક્ષણ સાથે ભોજન પણ કરાવાય છે
રાજકોટ સેવાનગરી છે, અહી વિવિધ સંસ્થા તેના સુંદર પ્રોજેકટ થકી સુંદર સેવાયજ્ઞ કરી રહ્યા છે. બધી જ સંસ્થાઓમાં એક અલગ પ્રોજેકટો થકી જુદી છાપ ઉપસાવતી સંસ્થા એટલે વાત્સલ્ય ટ્રસ્ટ આ સંસ્થામાં ૫૦ થી વધુ કાર્યકરો સતત અને સક્રિય રીતે સેવામાં જોડાયેલ છે. ૨૦૦૮માં સંસ્થાની સ્થાપના કરાય હતી છેલ્લા દશકામાં બેરોજગારો માટે તાલિમ, યુવતીઓને વિવિધ વર્ગોમાં તાલિમ સાથે શ્રેષ્ઠ કાર્ય પ્રોજેકટ કરીને સારી ચાહના મેળવેલ છે.
સંસ્થાના પ્રમુખ જયદિપ કાચા અને ઉપપ્રમુખજયશ્રીબેન વોરાએ નઅબતકથ સાથેની વાતચિતમાં જણાવેલ કે અમો તમામ પ્રકારનાં ફોર્મ ઓનલાઈન મફત ભરી આપીએ છીએ. દરેક બાળક શિક્ષણ મેળવે એ અમારો લક્ષ્ય છે. આજીડેમ પાસે રેનબસેરાનું તથા ભોમેશ્ર્વર વાડી શેરી નં.૧માં અમો રેનબસેરા ચલાવીએ છીએ. બંનેમાં ૧૦૦થી વધુ વ્યકિતઓ છે. ભોમેશ્ર્વરમાં ફકત બહેનોને જ પ્રવેશ છે. રહેવા જમવાની સુવિધા આપીએ છીએ.
વિવિધ સંસ્થાના સહકારથી નાના બાળકોને શાળા પ્રવેશ તેમજ વિવિધ સહાયનો લાભ અપાવી એછીએ બધાને ર્માં કાર્ડ, આધાર કાર્ડ જેવી કામગીરી પણ વિનામૂલ્યે કરી અપાય છે. યુવાન-યુવતીઓમાટે વિવિધ રોજગારલક્ષી તાલિમ આપીને સંસ્થા સારી નોકરી પણ અપાવે છે.જેમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૧૮ થી ૩૫ વર્ષનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર-ટેલીએકાઉન્ટ, બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઈનીંગ, -શિવણ વર્ગો જેવાની તાલિમ આપીને પગભર કરાય છે. તાલિમ કોર્ષની કોઈ ફી નથી હાલ ૧૦૦ યુવક-યુવતીઓ તાલિમ લઈ રહ્યા છે.
બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો માટે તેનું જ ગ્રુપ બનાવીને સહાય કરાય છે. જેમાં મૃત્યુ પામે ૯૫ હજારને એકસીડેન્ટ ઓપરેશનમાં ૧૦ હજારની સહાય કરાય છે. વાત્સલ્ય ટ્રસ્ટ પ્રોજેકટમાં તાલિમ મેળવીને એક હજાર યુવક યુવતીઓ પગભર થયા છે. તો ૨૦ બહેનોએ બ્યુટી પાર્લરો શરૂ કર્યા છે. વાત્સલ્ય ટ્રસ્ટની અન્ય નોંધનીય સેવામાં કોરોના મહામારીમાં માસ્ક-સેનેટાઈઝર સાથે શ્રમિકોને રહેવા-જમવાને જરૂરિયાતમંદોને ઘેર ટીફીન પણ પહોચાડાયા હતા. સંસ્થાના જનસુવિધા કેન્દ્રમાં તમામ ફોર્મ મફત ભરી દેવાય છે ને ર્મા કાર્ડના કેમ્પો યોજાય છે. નઆનંદ ઉત્સવ થકી સંસ્થાના પ્રોજેકટમાં વિવિધ બાંધકામ સાઈટ ઉપર શ્રમિકોને દિવાળીમાં મિઠાઈને છોકરાને રમકડાને કપડા વિતરણ કરાય છે. આ ઉપરાંત સંસ્થાના કાર્યાલયેથી વિનામૂલ્યે તમામ મેડિકલ સાધનોમાં ઓકસીમીટર, એરબેડ, મેડિકલ બેડ,ઓકિસજન બોટલ વિગેરે અપાય છે. આપાતકાલિન સેવામા પૂર વખતે ફૂડ પેકેટ પણ અપાય છે.
સંસ્થાના આયોજમાં ભૂપતભાઈ ચાવડા, જીજ્ઞેશભાઈ કાચાની રાહબરીમાં વર્કીંગ કમીટી ૨૪ કલાક ખડે પગે સેવા યજ્ઞ કરી રહ્યા છે. સમગ્ર સંસ્થાના પ્રોજેકટમાં ઉપપ્રમુખ જયશ્રીબેન વોરા પ્રમુખ જયદિપ કાચાના માર્ગદર્શન તળે વિવિધ દાતાઓ, રાજકોટ મ.ન.પા. તેમજ વિવિધ સરકારી સહાય પ્રોજેકટનાં સથવારે લોકોને માર્ગદર્શન સહાય સાથે વિવિધ યોજનાનોલાભ અપાવાય છે. સંસ્થાનું સરનામું વાત્સલ્ય ટ્રસ્ટ ત્રિશુલ ચોક, સહકાર મેઈન રોડ રાજકોટ મો.નં. ૯૯૦૪૯ ૧૯૧૫૧ ઉપર ગમે ત્યારે પ્રમુખ જયદિપ કાચાનો સંપર્ક સાધી શકશો.